કર્ણાટકઃ ભાજપને નારાજ લિંગાયત ધારાસભ્યો પર આશા, 8 MLA સાથ આપે તો યેદિની ખુરશી સલામત

By : hiren joshi 04:51 PM, 17 May 2018 | Updated : 04:51 PM, 17 May 2018
બેંગાલુરૂઃ કર્ણાટકમાં યેદિયુરપ્પાએ ભલે મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા હોય. પરંતુ સંકટ હજુ યથાવત્ છે. યેદિયુરપ્પા પાસે બહુમત સાબિત કરવા માટે પુરતી સંખ્યા નથી. ભાજપ વિપક્ષી પાર્ટીઓના એ લિંગાયત ધારાસભ્યો મદદ લઈ શકે છે જે કોંગ્રેસ અને જેડીએસથી નારાજ છે. 2007માં વોક્કાલીંગા સમાજના ધારાસભ્યોએ યેદિયુરપ્પા સરકારને પાડી હતી. 

ત્યારે હવે વોક્કાલિંગા સમાજના કુમારસ્વામીને કોંગ્રેસે મુખ્યમંત્રી પદ આપવાની જાહેરાત કરી છે. ત્યારે લિંગાયત સમાજ તેનાથી નારાજ છે. આવા નારાજ 12 જેટલા લિંગાયત ધારાસભ્ય યેદિયુરપ્પાને ટેકો આપી શકે છે. 

મહત્વનું છે કે ભાજપ પાસે 104 બેઠક છે. અને ભાજપને બહુમત માટે 112 બેઠકની જરૂર છે. એટલે કે હજુ 8 ધારાસભ્યના સમર્થનની જરૂર છે. જોકે તે ભાજપ માટે અઘરું છે. પરંતુ જો ભાજપ લિંગાયત અને વોક્કાલીંગા સમાજનું કાર્ડ ખેલી શકે છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. કર્ણાટક રાજ્યમાં ભાજપના યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. આ શપથ ગ્રહણમાં કેન્દ્રના પ્રધાનો ઉપસ્થિત રહ્યાં હતા. 

યેદિયુરપ્પાના શપથગ્રહણમાં કેન્દ્રીય પ્રધાનોમાં જે. પી. નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યાં હતા. તેમજ બીજા કેન્દ્રીય પ્રધાનમાં અનંતકુમાર, પ્રધાન જાવડેકર સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. Recent Story

Popular Story