બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 05:26 PM, 11 December 2023
ADVERTISEMENT
છત્તીસગઢ બાદ મધ્યપ્રદેશમાં પણ સરકારનું ચિત્ર ક્લિયર બન્યું છે. રાજ્યમાં સીએમ, ડેપ્યુટી સીએમ અને સ્પીકરના નામની જાહેરાત કરવામાં આવી છે. ભોપાલમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ અને સ્પીકરના નામનું એલાન કરવામાં આવ્યું હતું. ઉજ્જેનના ધારાસભ્ય મોહન યાદવ મુખ્યમંત્રી તો રાજેશ શુક્લા-જગદીશ દેવડા ડેપ્યુટી સીએમ બન્યાં છે.
BJP's Mohan Yadav to be the new Chief Minister of Madhya Pradesh. pic.twitter.com/2nI9oOhP37
— ANI (@ANI) December 11, 2023
ADVERTISEMENT
ભોપાલમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક
રાજધાની ભોપાલમાં બપોરે 3.15 વાગ્યે ત્રણ નિરીક્ષકો - હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર, રાષ્ટ્રીય સચિવ આશા લાકરા અને રાજ્યસભાના સાંસદ કે લક્ષ્મણની હાજરીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી જેમાં તેમના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
#WATCH | Bhopal: Family members of BJP leader Mohan Yadav express happiness after he was elected as the new Chief Minister of Madhya Pradesh. pic.twitter.com/Fk86hPfbP0
— ANI (@ANI) December 11, 2023
કોણ છે ડો. મોહન યાદવ?
1965માં જન્મેલા ડો. મોહન યાદવ ભાજપ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે. તેઓ એક નેતા તરીકે તો પ્રખ્યાત છે જ પણ તેમણે એક બિઝનેસ મેન તરીકે પણ ઓળખ કમાવી છે. 2023 મધ્યપ્રદેશ વિધાનસભા ઈલેક્શનમાં ડો. મોહન યાદવે દક્ષિણ ઉજ્જૈનની સીટ પરથી આશરે 13000 વોટનાં માર્જિનથી વિજય મેળવ્યો છે. 2020ની સાલમાં શિવરાજસિંહ સરકારમાં તેઓએ શિક્ષણમંત્રી તરીકેની ભૂમિકા ભજવી હતી. દક્ષિણ ઉજ્જૈનની સીટ પરથી 2013માં તેઓ પહેલીવખત MLA બન્યાં હતાં. આ બાદ 2018 અને 2023માં પણ આ જ સીટથી વિજય મેળવ્યો હતો.
Mohan Yadav the new CM of Madhya Pradesh took blessings from Shivraj Singh Chouhan!
— Vikash Ahir 🇮🇳 (@iAhirVikash) December 11, 2023
That’s BJP who always took decisions independently!
मोहन यादव | #MohanYadav
CM of Madhya Pradesh pic.twitter.com/rYRTFvujAh
હવે આવતીકાલે રાજસ્થાનના સીએમનું થશે એલાન
છત્તીસગઢ-મધ્યપ્રદેશ બાદ હવે આવતીકાલે રાજસ્થાનના સીએમનું નામ જાહેર થશે. આવતીકાલે જયપુરમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક છે જેમાં સીએમના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
Ujjain Dakshin MLA Dr #MohanYadav is the new #MadhyaPradeshCM.
— P C Mohan (@PCMohanMP) December 11, 2023
BJP - The Party with a Difference🔥 pic.twitter.com/8zEi3wL8Xk
એકીસાથે સાથે નહીં વારાફરતી 3 રાજ્યોના સીએમના નામ જાહેર કર્યાં
ભાજપે એકીસાથે નહીં પરંતુ વારાફરતી 3 રાજ્યોના નામ જાહેર કર્યાં છે. હવે એક રાજસ્થાન બાકી છે જેની આવતીકાલે ખબર પડી જશે. 3 રાજ્યોમાં જુનાને નવે નવા ચહેરાને સ્થાન અપાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.