Is BJP-Congress Politics Political? What power is bigger than service?
મહામંથન /
શું ભાજપ-કોંગ્રેસ વચ્ચે પાવરનું પોલિટિક્સ ? શું સેવાથી મોટી છે સત્તા?
Team VTV11:09 PM, 08 May 19
| Updated: 11:09 PM, 08 May 19
કહેવાય છે કે રાજનીતિમાં જે કરો તે બધુ જ યોગ્ય...અને આ જ આધાર પર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાવર પોલિટિક્સ ગરમાયેલું છે..ભાજપ હોય કે કોંગ્રેસ બંને પાર્ટીઓ વચ્ચે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાને લઈને ટકરાવ છેલ્લા 6 મહિનાથી ચાલતો આવ્યો છે...જો કે પાર્ટીઓના પાવર પોલિટિક્સમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બલિનો બકરો બનતા જઈ રહ્યા છે..જે રીતે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાને લઈને કોંગ્રેસ અને ભાજપ બંને મેદાનમાં આવ્યા છે તેને જોતા સવાલ એ થાય છે કે શું આ બંને પાર્ટીઓ એ ભુલી ગઈ છે કે તેઓ જનતાએ ચૂંટેલા પ્રતિનિધિને નિશાન બનાવી રહ્યા છે?..પાર્ટીની અંગત લડાઈમાં શું પ્રતિનિધિઓ લાચાર બની ગયા છે? શું આને જનતાનું અપમાન ન કહી શકાય? જ તમામ બાબતો પર છે આજનું મહામંથન