દિલ્હી: ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાને સંકલ્પ પત્ર એવું નામ આપ્યું છે. પણ આજે ભાજપે જાહેર કરેલા સંકલ્પ પત્રમાં બે વરિષ્ઠ નેતાની ગેરહાજરી ઉડીને આંખે વળગે એવી હતી.
ભાજપે આ વર્ષે લોકસભા ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી અને મુરલી મનોહર જોષીને ટિકિટ ફાળવી નથી. ત્યારે આ બંને વરિષ્ઠ નેતાઓની ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાના સમયે મંચ પર ગેરહાજરી જોવા મળી.
મહત્વની વાત એ પણ છે કે, અડવાણી અને જોષીને ટિકિટ ના મળતા નારાજગી પણ સામે આવી હતી. ત્યારબાદ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અડવાણી અને જોષીને મળ્યા હોવાની અટકળો હતી. બંને નારાજ વરિષ્ઠ નેતાઓને મનાવવા માટે તેઓએ મુલાકાત કરી હોવાની અટકળો છે.
ચૂંટણી ઢંઢેરામાં આ બાબત છે ખાસ
- રાષ્ટ્રવાદ પ્રત્યે અમારી સંપૂર્ણ પ્રતિબદ્ધતા છે. આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેસની નીતિ છે. જ્યાં સુધી આતંકવાદ સમાપ્ત ના થાય ત્યારે આ ઝીરો ટોલરેંસ રહેશે.
- યુનિફોર્મ સિવિલ કોર્ડને લાગુ કરાશે. ભારતમાં ઘુસપેઠને રોકવાની કોશિશ કરીશું.
- સિટીજનશિપ અમેંડમેંટ બિલને સંસદનાં બંને સદનો દ્વારા પાસ કરાશે અને લાગું કરાશે. કોઇ રાજ્યની સાંસ્કૃતિક અને ભાષાઇ ઓળખ પર આંચ નહીં આવવા દઇએ.
- રામ મંદિર પર તમામ સંભાવનાઓને તપાસ કરીશું. જલ્દીથી જલ્દી સૌહદપૂર્ણ વાતાવરણમાં મંદિરનાં નિર્માણની કોશિશ રહેશે.
- જમ્મુ-કશ્મીરથી કલમ 35-એ હટાવવાની કોશિશ કરીશું.