ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના કાર્યાલય ખાતે સ્નેહમિલનનું આયોજન

By : krupamehta 10:49 AM, 08 November 2018 | Updated : 10:49 AM, 08 November 2018
ભાવનગર: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા આજે નવા વર્ષ નિમિતે તેમના કાર્યાલય ખાતે સ્નેહમિલન નો કાર્યક્રમ યોજયો હતો. 

અહીં જીતુ વાઘાણીએ ગુજરાતની જનતા ને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી હતી અને માં ભરતી વિશ્વના ટોચ ના સ્થાને બિરાજે તે માટે સૌ દેશવાસીઓ ને પ્રાર્થના કરી હતી. જીતુ વાઘાણી એ આજે સવારે તેમના કાળુભા રોડ ઉપર આવેલા કાર્યાલય ખાતે પૂજા અર્ચન કરી હતી અને બાદમાં અહીં સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. અહીં ભાજપના આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story