બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / વડોદરાના સમાચાર / વડોદરા બેઠક પર હેમાંગ જોશીએ કોંગ્રેસનો ખેલ પાડી દીધો, જીતની ખુશીમાં ભાવિ સાંસદ રંજનબેન ભટ્ટના પગે લાગ્યાં

ચૂંટણી પરિણામ / વડોદરા બેઠક પર હેમાંગ જોશીએ કોંગ્રેસનો ખેલ પાડી દીધો, જીતની ખુશીમાં ભાવિ સાંસદ રંજનબેન ભટ્ટના પગે લાગ્યાં

Priyakant

Last Updated: 03:56 PM, 4 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Result Live: વડોદરા બેઠક 1991 સુધી મોટેભાગે કોંગ્રેસના કબ્જામાં હતી. 1991માં ભાજપે દીપિકા ચીખલીયાને મેદાને ઉતાર્યા હતા, ત્યારે પહેલીવાર ભાજપે આ બેઠક ઉપરથી જીત મેળવી હતી

લોકસભા ચૂંટણી 2024માં વડોદરા બેઠક પરથી ડૉ. હેમાંગ જોષીએ જીત મેળવી છે. ભાજપનો વિજય થતાં કાર્યકર્તાઓનો જમાવડો થયો હતો. જીત બાદ ડો. હેમાંગ જોશી રંજનબેન ભટ્ટને પગે લાગી આશીર્વાદ લીધા હતા.

લોકસભા ચૂંટણી 2024માં વડોદરા બેઠક ખૂબ જ ચર્ચામાં રહી કારણ કે, અહીં ભાજપને ઉમેદવાર બદલાવાની ફરજ પડી હતી. ભાજપે રંજનબેન ભટ્ટનુ નામ જાહેર કર્યા બાદ ઉમેદવાર બદલી ડૉ.હેમાંગ જોશીને મેદાને ઉતાર્યા હતા જ્યારે સામે કોંગ્રેસે જશપાલસિંહ પઢીયાર રાજકીય જંગમાં ઉતાર્યા હતાં. બંને ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર કરીને મતદારોને રિઝવવા પ્રયાસ કર્યા હતા પરંતુ જેમાં ભાજપ સફળ રહ્યું છે.

વડોદરા બેઠક પર કોની કોની વચ્ચે હતી રાજકીય જંગ ?

ભાજપ - ડૉ.હેમાંગ જોષી

કોંગ્રેસ - જશપાલસિંહ પઢીયાર

કોણ છે ડૉ.હેમાંગ જોષી?

ડો. હેમામગ જોષી ભાજપ યુવા મોરચામાં કામ કરી ચુક્યા છે. તેમજ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. વ્યવસાયે તબીબ છે અને મૂળ પોરબંદરના વતની છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉપાધ્યક્ષ પણ છે.

કોણ છે જશપાલસિંહ પઢીયાર?

જશપાલસિંહ પઢીયાર પાદરાના પૂર્વ ધારાસભ્ય છે. તેમજ તેઓ ક્ષત્રિય સમાજનો અગ્રણી ચહેરો છે. એકલબારા રાજવી પરિવારમાંથી આવે છે. સ્થાનિક સ્તરે સ્વીકૃત ચહેરો છે સાથો સાથ નિર્વિવાદીત છબી ધરાવે છે.

2019નું પરિણામ

ભાજપ રંજનબેન ભટ્ટ

પરિણામ જીત

કોંગ્રેસ પ્રશાંત પટેલ

પરિણામ હાર

વડોદરા લોકસભામાં કેટલી વિધાનસભા સમાવિષ્ટ?

  • સાવલી
  • વાઘોડિયા
  • વડોદરા શહેર
  • સયાજીગંજ
  • અકોટા
  • રાવપુરા
  • માંજલપુર

વડોદરા બેઠકનો ઈતિહાસ

1991 સુધી મોટેભાગે કોંગ્રેસના કબ્જામાં બેઠક હતી. 1991માં ભાજપે દીપિકા ચીખલીયાને મેદાને ઉતાર્યા હતા. 1991માં પહેલીવાર ભાજપે આ બેઠક ઉપરથી જીત મેળવી હતી. 1996માં સત્યજીતસિંહ ગાયકવાડ કોંગ્રેસ તરફથી આ બેઠક ઉપર જીત્યા હતાં. 1996 પછી વડોદરા બેઠક સતત ભાજપ પાસે જ રહી છે. 2014માં નરેન્દ્ર મોદી વારાણસી ઉપરાંત વડોદરા બેઠકથી જીત્યા હતા. નરેન્દ્ર મોદીએ વડોદરા બેઠક ખાલી કરી અને પેટાચૂંટણીમાં રંજનબેન ભટ્ટ જીત્યા હતાં.

આ બેઠક પર ક્યારે કોણ ચૂંટાયો ?

વર્ષ - વિજેતા - પાર્ટી

1952 - ઈન્દુભાઈ અમીન, સ્વતંત્ર

1957 - ફતેસિંહરાવ ગાયકવાડ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

1962 - ફતેસિંહરાવ ગાયકવાડ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

1967 - પશાભાઈ પટેલ, સ્વતંત્ર પક્ષ

1971 - ફતેસિંહરાવ ગાયકવાડ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

1977 - ફતેસિંહરાવ ગાયકવાડ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

1980 - રણજીતસિંહ ગાયકવાડ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

1984 - રણજીતસિંહ ગાયકવાડ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

1989 - પ્રકાશ બ્રહ્મભટ્ટ, જનતા દળ

1991 - દીપિકા ચીખલીયા, ભારતીય જનતા પાર્ટી

1996 - સત્યજીતસિંહ ગાયકવાડ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

1998 - જયાબેન ઠક્કર, ભારતીય જનતા પાર્ટી

1999 - જયાબેન ઠક્કર, ભારતીય જનતા પાર્ટી

2004 - જયાબેન ઠક્કર, ભારતીય જનતા પાર્ટી

2009 - બાલકૃષ્ણ શુક્લ, ભારતીય જનતા પાર્ટી

2014 - નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી

2014 - રંજનબેન ભટ્ટ, ભારતીય જનતા પાર્ટી

2019 - રંજનબેન ભટ્ટ , ભારતીય જનતા પાર્ટી

વડોદરા બેઠકનું જ્ઞાતિ ગણિત

વડોદરામાં OBC મતદાર નિર્ણાયક સાબિત થઈ શકે છે. વડોદરા લોકસભામાં આશરે 4.27 લાખ OBC મતદાર છે. મહારાષ્ટ્રીયન મતદાર પણ મહત્વની ભૂમિકામાં ભજવે છે. વડોદરામાં મહારાષ્ટ્રીયન મતદારની સંખ્યા લગભગ 3 લાખ 49 હજાર છે. વૈષ્ણવ, પાટીદાર અને ક્ષત્રિય મતદાર પણ મહત્વના સાબિત થાય છે.

આ બેઠક પર કેટલું મતદાન થયું હતું ?

વડોદરા લોકસભા બેઠક પર 61.59 ટકા મતદાન થયું હતું. જેમાં સાવલીમાં 65.39 ટકા, વાઘોડિયામાં 70.29 ટકા જ્યારે વડોદરા શહેરમાં 59.76 ટકા, સયાજીગંજમાં 59.16 ટકા, અકોટામાં 60.30 ટકા જ્યારે રાવપુરામાં 57.95 ટકા તેમજ માંજલપુરમાં 60.47 ટકા મતદાન નોંધાયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Seat Resul Lok Sabha Result Live Vadodara Lok Sabha seat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ