ચર્ચા / ગુજરાતમાં ભાજપ અને મંત્રીમંડળમાં નવા જૂની થવાના એંધાણ, આ મોટા પદે ફેરફારની પૂરેપૂરી શક્યતા

bjp cabinet reshuffle after rajya sabha election 2020 in Gujarat

ગુજરાત કેબિનેટમાં ક્યારનીય રિસફલની વાતો ચાલે છે. ત્યારે ગાંધીનગરમાં હાલ રાજકારણની ચર્ચાનું બજાર ગરમાગરમ છે. રાજ્યસભાની ચૂંટણી બાદ ભાજપ હાઈકમાન્ડ દ્વારા કેટલાક લોકોને નવી તક આપવામાં આવશે તો કેટલાકની હકાલપટ્ટી કરવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. જો કે ભાજપમાં મહત્વના હોદ્દાની સમયમર્યાદાઓ પૂરી થતી હોવા છતાં નવા લોકોને હોદ્દા સોંપાયા નથી અને જૂના લોકો જ કામ સંભાળી રહ્યા છે ત્યારે જો સૌથી વધુ ચર્ચા હાલ થઈ રહી હોય તો તે ગુજરાત પ્રદેશ પ્રમુખ કોણ હસે તે માટે થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ