bjp becomes largest party in bihar election results
ચૂંટણી /
આખરે બિહારમાં કઈ રીતે બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ ભાજપ, આ સ્ટ્રેટજી કરી ગઈ કામ
Team VTV01:44 PM, 10 Nov 20
| Updated: 11:09 AM, 11 Nov 20
બિહારમાં ભારે રસાકસી બાદ જનાદેશ ભારતીય જનતા પાર્ટી અને જનતા દળના ગઠબંધનને મળ્યું છે અને હવે નીતીશ કુમાર ફરીથી રાજ્યના મુખ્યમંત્રી પદ પર રહેશે. જોકે બિહારમાં હવે ઘણા બધા સમીકરણો બદલાઈ ગયા છે જેણે આખા દેશને ચોંકાવી દીધા.
બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં આજે પરિણામો સામે આવી રહ્યા છે અને જે વલણ છે તેમાં NDA સરકાર બનાવવા જઈ રહી છે અને ભાજપે આખા પ્રદેશમાં સપાટો બોલાવ્યો છે. ભારતીય જનતા પાર્ટી વલણમાં આખા પ્રદેશમાં સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી છે અને જ્યારે બીજી તરફ નીતીશ કુમારની પાર્ટીને જબરદસ્ત નુકસાન જોવા મળી રહ્યું છે.
બિહારમાં મોડી રાત સુધી મતગણતરી ચાલુ રહી અને આખરે જે પરિણામ આવ્યું તેમાં RJD સૌથી મોટી પાર્ટી બની. કુલ 243 બેઠકોમાં NDAને 125 બેઠકો મળી છે જેમાં ભારતીય જનતા પાર્ટીને 74 અને જનતા દળને 43 બેઠકો પર જીત હાંસલ થઇ છે. સામે પક્ષે મહાગઠબંધનને 110 બેઠકો મળી જેમાં RJDને 75, કોંગ્રેસને 19 અને લેફ્ટ પાર્ટીઓએ 16 બેઠકો પર જીત હાંસલ કરી. તેજસ્વી આ વખતે ચૂકી ગયા અને સત્તાના સિંહાસન પર ફરીથી નીતીશ કુમાર બેસશે. જોકે આ ચૂંટણીમાં ઘણા બધા નવા સમીકરણ સામે આવ્યા છે જેને જોઇને જનતા અને રાજકીય પંડિતો ચોંકી ઉઠ્યા.
બિહારમાં ફરીવાર એગ્ઝિટ પોલ ખોટા સાબિત થઇ રહ્યા છે અને પીએમ મોદીની લોકપ્રિયતા આજે પણ લોકોમાં સાફ જોઈ શકાય છે, શરૂઆતી વલણથી કહી જ શકાય કે જનતા આજે પણ મોદી-નીતીશની જોડી પર ભરોસો કરી રહી છે.
પીએમ મોદીએ બિહારમાં 12 જનસભાઓ કરી અને વોટ માંગ્યા, પીએમ મોદીએ જ્યાં જ્યાં રેલીઓ કરી છે ત્યાં મોટા ભાગે NDAના ઉમેદવાર આગળ દેખાઈ રહ્યા છે. મહિલાઓમાં ખાસ કરીને પીએમ મોદીની લોકપ્રિયતા દેખાય છે અને તેના કારણે ઘણા બધા એવા મતદાતા જે નીતીશ કુમારને વોટ આપવા ન હતા માંગતા છતાં નરેન્દ્ર મોદીના નામ પર ભાજપને મત મળ્યા છે.
બિહારમાં ભાજપ પાસે કોઈ મોટો ચહેરો નથી તેમ છતાં પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું તેની પાછળ મજબૂત સંગઠનને કારણ માનવામાં આવી રહ્યું છે, ભાજપે પોતાની બેઠકો પર જે રીતે રણનીતિ બનાવી અને ઉમેદવાર ઉતાર્યા તે ભાજપને ફળ્યાં જ્યારે બીજી તરફ તેજસ્વીના નેતૃત્વમાં ગઠબંધનમાં માત્ર તેજસ્વીની પાર્ટીએ જ સારું પ્રદર્શન કર્યું પરંતુ સામે તેમના સાથી કોંગ્રેસના ખરાબ પ્રદર્શનના કારણે મહાગઠબંધન આગળ નીકળી શક્યું નહીં.
આ સિવાય ભારતીય જનતા પાર્ટીએ નીતીશ કુમાર સામેના ગુસ્સાને પોતાનાથી દૂર રાખ્યો, ભાજપે એ રીતે કેમ્પેન કર્યું કે જેથી જનતામાં નીતીશ કુમાર સામે જે રોષ છે તેની અસર ભાજપ પર ન થાય અને તેનો ફાયદો પણ ભાજપને થયો છે.
બિહારમાં હવે જ્યારે ભાજપ આટલી મોટી પાર્ટી બનીને સામે આવી રહી છે તો સ્વાભાવિક છે કે જો વલણ જેવા જ પરિણામો આવે છે તો સરકારમાં નીતીશ કુમાર કરતા ભાજપનું કદ મોટું રહેશે અને બિહારમાં હવે ભાજપનો દબદબો પણ વધશે.