બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / bjp attacked farooq abdullah love for china

હુમલો / અબ્દુલ્લાના ચીન પ્રેમ પર ભાજપનો પ્રહાર, કહ્યું રાહુલ અને ફારૂક બંને એક સિક્કાની બે બાજુ

Last Updated: 09:48 PM, 12 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફારૂક અબ્દુલ્લાના ચીન અને ધારા 370 વિશે કરાયેલ વિવાદિત નિવેદન પર આજે ભાજપે હુમલાઓ કર્યા. ભાજપે કહ્યું કે ફારૂક અબ્દુલ્લા અને રાહુલ એક જ સિક્કાની બે બાજુ છે.

  • ફારૂક અબ્દુલ્લાના વિવાદિત નિવેદન પર ભાજપનો પ્રહાર 
  • ફારૂક અબ્દુલ્લા અને રાહુલ ગાંધી એક સિક્કાની બે બાજુ : ભાજપ 
  • ભાજપે ફારૂક અબ્દુલ્લાને દેશદ્રોહી ગણાવ્યા

નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાના ચીન પ્રેમ પર ભાજપે સોમવારે જોરદાર પ્રહાર કર્યા. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે ફારૂક અબ્દુલ્લાએ પોતાના ઇન્ટરવ્યુમાં ચીનની વિસ્તારવાદી માનસિકતાને ઉચિત ઠેરવી છે. એવું નથી કે માત્ર ફારૂક અબ્દુલ્લા આવું કહે છે. જો તમે ઈતિહાસમાં જશો અને રાહુલ ગાંધીના વર્તમાન નિવેદન સાંભળશો તો ખબર પડશે કે આ બંને એક જ સિક્કાની બે બાજુ છે.

પાત્રાએ કહ્યું કે 'ફારૂક અબ્દુલ્લાએ ભારત માટે કહ્યું હતું કે Pok શું તમારા બાપનું છે જે તમે તે લઇ લેશો ? શું પાકિસ્તાને બંગડીઓ પહેરી રાખી છે. તે પણ યાદ કરો કે આ એ જ રાહુલ ગાંધી છે જેમણે એક સપ્તાહ પહેલા કહ્યું હતું કે વડાપ્રધાન કાયર છે. યાદ કરો સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક પર સવાલ ઉઠાવીને રાહુલ ગાંધી પાકિસ્તાનમાં હીરો બન્યા હતા. આજે ફારૂક અબ્દુલ્લા ચીનમાં હીરો બની રહ્યા છે.'

ભાજપે ફારૂક અબ્દુલ્લાને દેશદ્રોહી ગણાવ્યા અને કહ્યું કે અબ્દુલ્લા નિવેદન આપી રહ્યા છે કે ચીન સાથે મળીને ધારા 370 પાછી લાવશે. ફારૂક અને રાહુલ બંને બીજા દેશના વખાણ કરે છે જ્યારે પોતાના દેશ, પીએમ અને આર્મીના વિરોધમાં નિવેદનબાજી કરે છે.  

નોંધનીય છે કે ફારૂક અબ્દુલ્લાએ થોડા સમય પહેલા જ ચીન પર આ વિવાદિત નિવેદન આપ્યું હતું જેના પર દેશભરમાં રાજકારણ અને વિરોધ થયો હતો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Farooq Abdullah Sambit Patra rahul gandhi bjp
Parth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ