પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરીને ભાજપે સુવેન્દુ અધિકારીને નંદીગ્રામથી ટિકિટ આપી છે.
ભાજપે સુવેન્દુ અધિકારીને નંદીગ્રામથી ટિકિટ આપી
નંદીગ્રામ પર મમતા અને સુવેન્દુ અધિકારી ટકરાશે
મમતા નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે
નંદીગ્રામથી પશ્ચિમ બંગાળા મુખ્યપ્રધાન મમતા બેનરજી ચૂંટણી લડી રહ્યાં છે. એટલે આ બેઠક પર મમતા અને સુવેન્દુ અધિકારી ટકરાશે. પહેલા સુવેન્દુ મમતા બેનરજી સરકારના મંત્રી હતા અને થોડા સમય પહેલા ભાજપમાં સામેલ થયા હતા.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણસિંહે દિલ્હી ભાજપ મુખ્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સના પાર્ટીના 57 ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા.
આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી મમતા બેનરજી કાલે સિલિગુડીમાં રાંધણગેસના વધેલા ભાવની સામે વિરોધ પ્રદર્શન કરશે.
291 ઉમેદવારોની યાદી જાહેર
મમતા બેનરજીએ વિધાનસભાની ચૂંટણી માટે 291 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.મમતાએ 100 નવા ચહેરાને તક આપવામાં આવી છે તો કેટલાક જાણીતા ચહેરાની ટિકિટ કાપી છે. 291 ઉમેદવારોમાં 50 મહિલાઓ અને 42 મુસ્લિમ ઉમેદવારો છે. દાર્જિલિંગની 3 બેઠકો પર ટીએમસી ચૂંટણી લડવાની નથી કારણ કે આ બેઠકો પાર્ટીની સહયોગીઓ માટે અનામત રખાઈ છે.
પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીને હાવડાના શિવપુરથી લડશે ચૂંટણી
હજુ થોડા સમય પહેલા ટીએમસીમાં જોડાયેલા પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીને હાવડાના શિવપુરથી ટિકિટ આપવામાં આવી છે. મમતા સરકારમાં નાણામંત્રી રહેલા અમિત મિત્રા આ વખતે ચૂંટણી લડવાના નથી. 28 ચાલુ ધારાસભ્યોને ટિકિટ અપાઈ નથી. મમતાએ ટીએમસીને સમર્થન આપવા બદલ તેજસ્વી યાદવ, અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેન તથા શિવસેનાનો આભાર માન્યો હતો. મમતા બેનરજીએ 80 વર્ષથી વધારે વયના ઉમેદવારોને ટિકિટ ન આપવાની પણ જાહેરાત કરી છે.
પહેલા મમતા બેનરજી ભવાનુીપુરથી ચૂંટણી લડ઼વા માગતા હતા પરંતુ હવે ભવાનીપુરથી સોવાનદેવ ચેટરજીને ટિકિટ અપાઈ છે. બાંકુરાથી ફિલ્મસ્ટાર સાયાનતિકાત, ઉત્તરપાડાથી કંચન મલિક, શિવપુરથી મનોજ તિવારીને ટિકિટ અપાઈ છે. સિંગર અદિતી મુનશીને રાજરહાટ, ચંદ્રિમા ભટ્ટાચાર્યને નોર્થ દમદમથી ટિકિટ અપાઈ છે.