BJP announced first list of candidates for up assembly elections 2022
2022 ELECTIONS /
UP ચૂંટણી: ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, આ સીટ પરથી લડશે CM યોગી, 20 MLA નું પત્તું કપાયું
Team VTV01:24 PM, 15 Jan 22
| Updated: 02:11 PM, 15 Jan 22
Uttarpradesh માં 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી BJP દ્વારા જાહેર કરવામાં આવી છે. જાણો કયા કયા મોટા માથાઓને મળી ટિકિટ
UP ELECTION 2022
CM યોગી ગોરખપુરથી લડશે
ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
યુપી ચૂંટણી 2022 માટે બીજેપી ઉમેદવારોની યાદી: દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. આજે ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાજપે લગભગ 170 બેઠકો માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી.
ભાજપે પ્રથમ તબક્કાની 58 બેઠકોમાંથી 57 અને બીજા તબક્કાની 55 બેઠકોમાંથી 48 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.
CM યોગી ગોરખપુરથી લડશે
CM યોગી આદિત્યનાથ ગોરખપુર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. સિનિયર નેતા કેશવપ્રસાદ મૌર્ય પણ પ્રયાગરાજ જિલ્લાનાં સિરાથુ બેઠક પરથી ચૂંટણી લડશે એવી જાહેરાત સિનિયર ભાજપ નેતા ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને યુપી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 58 માંથી 57 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી. આ સિવાય બીજા તબક્કા માટે 55માંથી 48 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. આજે 107 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ 107 બેઠકોમાંથી 83 પર ભાજપના ધારાસભ્યો હતા. 63 ધારાસભ્યોને BJP એ પુનરાવર્તિત કર્યા હતા અને 21 નવા ચહેરાઓને તક આપી.
દિલ્હીમાં મળેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે માત્ર 10 ટકા ધારાસભ્યોને જ ટિકિટ મળશે. યોગી સરકારમાં સ્વામી પ્રસાદ મૌર્ય, દારા સિંહ ચૌહાણ, ધરમ સિંહ સૈની સહિતના મંત્રીઓ અને તેમના સમર્થકો ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા બાદ પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે.