Monday, May 20, 2019

#BigNews: ભાજપ-શિવસેનાની મિત્રતા અખંડ સાથે મળીને લડશે લોકસભા ચૂંટણી બેઠકોની થઇ વહેંચણી

#BigNews: ભાજપ-શિવસેનાની મિત્રતા અખંડ  સાથે મળીને લડશે લોકસભા ચૂંટણી  બેઠકોની થઇ વહેંચણી
મુંબઇઃ અંદાજિત એક વર્ષ ચાલેલ વિવાદ બાદ ભાજપ અને શિવસેનામાં ફરી દોસ્તી થઇ ગઇ છે. લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખીને બન્ને પાર્ટીઓમાં બેઠક પર સમજૂતી થઇ ગઇ છે. સોમવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેની લાંબી મુલાકાત બાદ આના પર આખરી મહોર લગાવાઇ છે. બન્ને નેતાઓ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા.

અમિત શાહનું નિવેદન
કરોડો કાર્યકર્તાઓની ઇચ્છા પૂર્ણ થઇ છે. ભાજપના સૌથી જુના મિત્ર શિવસેના છે. દરેક સારા નરસા સમયમાં અમારો સાથ આપ્યો છે. થોડો મતભેદ હતો આજે આ જ જગ્યા પર સમગ્ર મતભેદને પૂર્ણ કરીને આગળ વધવાનો નિર્ણય લીધો છે.

દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન
ભાજપ અને શિવસેનાએ ફરી એક વાર સાથે આવવાનો નિર્ણય કર્યો છે. આપણો 25 વર્ષ જુનો સંબંધ છે. ગત વિધાનસભામાં અમે સાથે ન લીડ શક્યા છતા અમે સાથે સરકાર ચલાવી. જનભાવનાનો આદર કરીને બન્ને સાથે આવ્યા સિદ્ધાંતિક રીતથી બન્ને હિંદુવાદી છે. દેશહિત અને સમાજહિતમાં આપણે ફરી એક વાર પડકરાનો સામનો કરવા આવ્યા છે. ભાજપ અને શિવસેના લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે લડશે. ભાજપ 25 શિવસેના 23 બેઠક પર ચૂંટણી લડશે. વિધાનસભા ચૂંટણીમાં બન્ને બરાબર બેઠકો પર ચૂંટણી લડશે. અયોધ્યામાં રામ મંદિર બને આના પર બન્નેના મંતવ્ય સમાન છે. ખેડૂતોના મુદ્દા પર અમારી વાત થઇ છે.
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ