દેશમાં 18 લાખથી વધુ કંપનીઓ છે રજિસ્ટર, છતાં માત્ર 62 ટકા જ ચાલુ હાલતે

By : admin 12:48 PM, 05 December 2018 | Updated : 05:38 PM, 05 December 2018
ન્યૂ દિલ્હીઃ દેશમાં 18 લાખથી વધારે કંપનીઓ રજીસ્ટર છે. પરંતુ ઓક્ટોમ્બરનાં અંત સુધી આમાંથી માત્ર 62 ટકા જ ચાલુ હાલતમાં છે. કોર્પોરેટ મામલાનાં મંત્રાલયનાં નવીનતમ આંકડાઓ અનુસાર સક્રિય કંપનીઓમાંથી વધારે કંપનીઓ સેવા ક્ષેત્રની છે.

આમાંથી 6.46 લાખથી વધારે કંપનીઓ બંધ થઇ ગયેલ છે. બાકી ઘણી ખરી કંપનીઓ વિભિન્ન નિયામકીય પ્રક્રિયાઓથી ગુજરી રહેલ છે. જેમાં તેનાં લિક્વિડેશનની પ્રક્રિયા પણ શામેલ છે. આ પ્રકારે આ સમયે હાલમાં કુલ સક્રિય કંપનીઓની સંખ્યા 11.16 લાખ છે.

મંત્રાલયનાં આંકડાઓ અનુસાર ઓક્ટોમ્બરનાં અંત સુધી કુલ રજિસ્ટરકૃત થયેલી કંપનીઓની સંખ્યા 18.10 લાખથી થોડી વધારે હતી. કુલ રજિસ્ટરકૃત થયેલી કંપનીઓમાંથી ઓક્ટોમ્બર સુધી સક્રિય કંપનીઓની સંખ્યા અંદાજે 62 ટકા હતી.

ઉલ્લેખનીય છે કે દેશમાં કામ કરવાવાળી કંપનીઓને કંપની અધિનિયમ અંતર્ગત રજીસ્ટર કરાવવાનું હોય છે. આ અધિનિયમને દેશમાં કોર્પોરેટ મામલાનું મંત્રાલય લાગુ કરે છે. કુલ કંપનીઓમાંથી 6,46,882 કંપનીઓ બંધ થઇ ચૂકેલ છે. જેમાં 10,574 લિક્વિડેશન કરી દેવામાં આવેલ છે જ્યારે 6,00,048ને અસક્રિય જાહેર કરાયેલ છે.

આ સિવાય 39,736 કંપનીઓનું રજિસ્ટર રદ કરવાની પ્રક્રિયા હાલમાં પણ શરૂ છે. ત્યાં 9.565 કંપનીઓને સિમિત ઉત્તરદાયિત્વ ભાગીદાર કંપનીઓમાં બદલવામાં આવેલ છે. કુલ સક્રિયા 11.16 લાખ કંપનીઓમાંથી 11.09 લાખ કંપનીઓ શેર આધાર પર ચાલવાવાળી કંપનીઓ છે.

જેમાંથી 64,547 કંપનીઓ સાર્વજનિક ક્ષેત્ર તરફ 1,044,806 ખાનગી કંપનીઓ છે. ઓક્ટોમ્બરનાં અંત સુધી સૌથી વધારે રજિસ્ટર કંપનીઓ મહારાષ્ટ્રમાં છે કે જ્યાં આ સંખ્યા અંદાજે 3.59 લાખ છે. ત્યાં જ 3.26 લાખ રજિસ્ટરકૃત સાથે દિલ્હી બીજા નંબરે અને 1.98 લાખ રજિસ્ટરકૃત સાથે પશ્ચિમ બંગાળ ત્રીજા સ્થાન પર છે. સક્રિય કંપનીઓમાંથી 3.57 લાખ કંપનીઓ સેવા ક્ષેત્રમાં કારોબાર કરે છે જ્યારે 2.23 લાખ વિનિર્માણ ક્ષેત્રમાં કામ કરી રહેલ છે.

 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story