વાયદા બજારમાં મંગળવારે સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલ્યો હતો. મંગળવારે સાંજે 5 જૂન 2020ના સોનાના વાયદના ભાવ MCX એક્સચેન્જ પર 0.51 ટકા એટલે કે 236 રૂપિયાના ઘટાડા સાથે 45,955 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેન્ડ કરી રહી છે. આ સાથે મંગળવારે સાંજે 5 ઓગસ્ટ 2020ના સોનાના વાયદાની કિંમત એમસીએક્સ પર 0.48 ટકા એટલે કે 223 રૂપિયાના ઘટાડા સાથે 46,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેન્ડ કરી રહી છે.
વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો
જાણો શું કહે છે સોના-ચાંદીનું વાયદા બજાર
સોનાની સાથે ચાંદીના વાયદાના ભાવમાં મંગળવારે મોટો ઘટાડો નોંધાયો હતો. મંગળવારે સાંજે એમસીએક્સ પર પાંચ મે 2020ના ચાંદીના વાયદાની કિંમત 0.64 ટકા અથવા 267 રૂપિયાના ઘટાડા સાથે 41,690 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી. આ સિવાય એમસીએક્સ પર મંગળવારે સાંજે 3 જૂલાઇ 2020ના ચાંદીના વાયદાનો ભાવ 0.40 ટકા એટલે કે 169 રૂપિયાના ઘટાડા સાથે 42,351 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઘટ્યા ભાવ
આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો, ત્યાં પણ મંગળવારે સાંજે સોનાની હાજર કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે સોનાના વૈશ્વિક ભાવ 0.13 ટકા એટલે કે 2.25 ડોલરના ઘટાડાની સાથે 1,711.74 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ સાથે જ સોનાના વૈશ્વિક વાયદાના ભાવ મંગળવારે સાંજે કોમેક્સ પર 0.12 ટકા એટલે કે 2 ડોલરના વધારાની સાથે 1725.80 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ સિવાય ચાંદીના વૈશ્વિક હાજર ભાવ મંગળવારે 0.07 ટકા અથવા 0.01 ડોલરના ઘટાડા સાથે 15.20 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરી રહ્યા હતા.
શું હોય છે વાયદાના ભાવ ?
સોનાનો વેપાર 2 પ્રકારે થાય છે. એક હાજર બજારમાં અને બીજો વાયદા બજારમાં. વાયદા બજારમાં કોમોડિટી એક્સચેન્જ પણ કહેવામાં આવે છે. વાયદા બજારમાં કોમોડ઼િટીના ડિજીટલ માધ્યમથી વેચવામાં અને ખરીદવામાં આવે છે. વાયદા બજારમાં વસ્તુના જૂના અને નવા ભાવના આધાર પર ભવિષ્યના ભાવોના સોદા કરવામાં આવે છે. આ બજારમાં એક નક્કી તારીખ સુધીના સોદા કરવામાં આવે છે. વાયદા બજારની સીધી જ અસર હાજર બજાર પર પડે છે.