Bitcoin Ethereum and many more crypto down by 70 percent investors lost money
ક્રિપ્ટોનું કચ્ચરઘાણ /
Bitcoin એ તો લોકોને ક્યાંયના રહેવા ન દીધા! રોવડાઈ રહ્યા છે લેટેસ્ટ ભાવ, 70% ડાઉન
Team VTV12:44 PM, 19 Jun 22
| Updated: 01:44 PM, 19 Jun 22
હાલ જયારે સ્ટોક માર્કેટમાં ધોવાણ ચાલી રહ્યું છે ત્યારે ક્રિપ્ટોમાં પણ બહુ મોટું ધોવાણ જોવા મળ્યું છે. ત્યારે બિટકોઈન અને બીજા ઘણા મોટા કરન્સીમાં ખુબ મોટો કડાકો જોવા મળ્યો.
ક્રિપ્ટોમાર્કેટ પોતાના ઓલટાઇમ હાઈથી 70 ટકા નીચે
69,000 ડોલરથી લઈને હાલ 18000 ના તળિયે છે બિટકોઈન
10 દિવસમાં ક્રિપ્ટોમાં ભારે નુકશાન
બિટકોઈન 20,000 ડોલરની નીચે
ક્રિપ્ટોમાર્કેટની હાલત આજકાલ ખુબ ખરાબ જોવા મળી રહી છે. ક્રિપ્ટો માર્કેટ લગભગ ક્રેશ કરી ગયું છે. સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કિંમત 20,000 ડોલરની નીચે આવી ગઈ છે. આજે રવિવારે બિટકોઈન તેના સૌથી ઉચા પોઈન્ટથી 70 ટકા નીચે પટકાઈ ચુક્યો છે. નવેમ્બર 2021 માં બિટકોઇનની કિંમત તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. ત્યારે એક બિટકોઇનની કિંમત 69,000 ડોલરને પાર કરી ગઇ હતી. એક વર્ષની અંદર સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી 70 ટકા ઘટીને 20,000 ડોલરની નીચે આવી ગઈ છે. એટલે કે, જો તમે ત્યારે તેમાં એક લાખ રૂપિયા રોકાણ કર્યું હોત, તો તમારું રોકાણ આજે 30 હજાર રૂપિયા કરતા પણ ઓછું થઇ ગયું હોય.
ક્રિપ્ટો માર્કેટકેપની ખરાબ હાલત
ક્રિપ્ટો કરન્સીની માર્કેટકેપ અત્યારે 1 ટ્રિલિયન ડૉલરની નીચે આવી ગઈ છે. આજે રવિવારે ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપ 822 અરબ ડોલર છે. આ મહિને ક્રિપ્ટોનું માર્કેટ કેપ એક લાખ કરોડની નીચે આવી ગયું છે. coinmarketcap.com અનુસાર ક્રિપ્ટોની માર્કેટ કેપ 3 લાખ કરોડ ડોલર સુધી પહોંચી ગઈ હતી. એટલે કે તેના ઊંચા સ્તરેથી તેમાં 2 લાખ કરોડ ડોલરનો ઘટાડો થયો છે. આ આંકડો મોટાભાગના દેશોની જીડીપી કરતા પણ વધારે છે.
માત્ર દસ દિવસમાં 22 લાખ કરોડથી વધુ ડૂબી ગયા
છેલ્લા 10 દિવસની વાત કરીએ તો ક્રિપ્ટો રોકાણકારોને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. છેલ્લા 10 દિવસમાં ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપ લગભગ 30,000 કરોડ ડોલર એટલે કે 22 લાખ કરોડ રૂપિયાથી વધુ ધોવાઇ ગઈ છે. 10 દિવસની અંદર, સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન અને બીજા ક્રમની સૌથી મોટી કરન્સી ઇથેરિયમ 30 ટકાથી વધુ તૂટી ગઈ છે. આના પરથી તમે અનુમાન લગાવી શકો છો કે ક્રિપ્ટો માર્કેટની શું સ્થિતિ છે.
માર્કેટ તૂટી રહ્યું છે
માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે ક્રિપ્ટો માર્કેટનો ઘડો ફૂટી રહ્યો છે. તેના ભાવ ખુબ ઝડપે બદલી રહ્યા છે. રોકાણકારોએ આવા કોઈ પણ રોકાણમાં પૈસા લગાવવાનું ટાળવું જોઈએ. આ એક જુગાર જેવું છે. તમે પૈસા એટલા જ નાખજો જેટલા કદાચ રસ્તામાં પડી જાય અને તમને એનાથી ફરક ન પડતો હોય.