બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / નકલી ચાર્જરથી ફોનમાં થઈ શકે બ્લાસ્ટ, સરકારી એપ પર આવી રીતે ચેક કરો ગુણવત્તા
Last Updated: 04:24 PM, 16 September 2024
આજકાલ ટાઈપ-સી ચાર્જર સામન્ય થઈ ગયા છે. પરંતુ નકલી ચાર્જર તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે. અહીં સુધી કે ફોનના બ્લાસ્ટ થવાનું કારણ પણ બની શકે છે. માટે ઓરિજિનલ ચાર્જનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ વાતની જાણકારી કેવી રીતે મેળવશો કે ચાર્જર અસલી છે કે નકલી?
ADVERTISEMENT
BIS Care આપશે જાણકારી
ADVERTISEMENT
BIS Care એપ ભારત સરકાર દ્વારા આપવામાં આવી રહેલી એક સર્વિસ છે જે તમને કોઈ પણ પ્રોડક્ટની ઓથેન્ટિસિટી તપાસવામાં મદદ કરે છે. આ એપથી તમે સરળતાથી જાણકારી મેળવી શકો છો કે તમારૂ ચાર્જર અસલીમાં છે કે નકલી.
તમે આ એપને Google Play Store કે Appleના App Storeથી પોતાના સ્માર્ટફોનમાં સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. તને કેવી રીતે જાણકારી મેળવશો કે ચાર્જર અસલી છે કે નહીં?
નકલી ચાર્જર કેવી રીતે ઓળખશો?
એપ ઓપન કરો
BIS Care એપને ઓપન કરો અને Verify R no.Under CRS ઓપ્શન સિલેક્ટ કરો.
ડિટેલ્સ એન્ટ કરો
તમને બે ઓપ્શન આપવામાં આવશે. પ્રોડક્ટ રજીસ્ટ્રેશન નંબર કે પ્રોડર્ટ ક્યૂઆર કોડ. ચાર્જર પર આપવામાં આવેલા નંબર કે કોડ એન્ટર કરો કે સ્કેન કરો.
ચેક કરો
એપ તમને ચાર્જના વિશે સંપૂર્ણ જાણકારી આપશે જેમ કે બ્રાન્ડ, મોડલ નંબર અને શું તે ભારતમાં રજીસ્ટર્ડ છે કે નહીં.
રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે શોધશ?
સામાન્ય રીતે રજીસ્ટ્રેશન નંબર ચાર્જર પર કે તેની પેકેજીંગ પર R-xxxxxxxના ફોર્મેટમાં લખેલું હોય છે. જો તમને આ નંબર નથી મળી રહ્યો તો ચાર્જરની પરચેસ રિસીપ્ટ ચેક કરો. અહીં પણ તમને આ નંબર મળી જશે.
વધુ વાંચો: આલિયા-રણબીરની દીકરી 'રાહા'નો ક્યૂટ વીડિયો, દાદીને જોતાં ઊછળી પડી, આપી કીલર સ્માઈલ
કેમ આટલી ખાસ છે આ એપ
નકલી ચાર્જરથી તમારા ફોનને નુકસા થવાનો ખતરો રહે છે BIS ભારત સરકારની એક ટ્રેસ્ટેડ ઈન્સ્ટીટૂશન છે. માટે આ એપની સાથે તમને પોતાની પ્રાઈવસીની પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે ચાર્જર ઉપરાંત આ એપથી ઘણા પ્રકારના પ્રોડક્ટ્સના ઓથેન્ટિસિટીની તપાસ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.