બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:39 PM, 14 July 2024
અમેરિકામાં રવિવારનો દિવસ લોહિયાળ સાબિત થયો છે. પહેલા પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જીવલેણ હુમલો થયો તેમાં તે માંડ બચ્યાં ત્યાં પાછી ફાયરિંગની વધુ એક મોટી ઘટના બની. અમેરિકાના અલાબામાના બર્મિંગહામમાં એક નાઈટ ક્લબમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને અન્ય 13 લોકો ઘાયલ થયા છે. 27મી સ્ટ્રીટ નોર્થ પરના નાઈટક્લબમાં એક વ્યક્તિએ સમગ્ર શેરીમાંથી ગોળીબાર કર્યો હતો જેમાં ઘણા ઘાયલ થયાં હતા.
ADVERTISEMENT
🚨#BREAKING: Police: At least 13 people shot, 4 killed, at Birmingham, Alabama nightclub
— World Source News 24/7 (@Worldsource24) July 14, 2024
નાઈટક્લબની અંદર ફાયરિંગ
ADVERTISEMENT
નાઈટક્લબની અંદર મળી આવેલી બે મહિલાઓ અને સ્થળની નજીક ફૂટપાથ પર મળી આવેલા એક પુરુષને ઘટના સ્થળે મૃત જાહેર કરાયાં હતા. ગોળી મારવામાં આવેલા ઘણા લોકોને બાદમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને ઓછામાં ઓછા નવ હજુ પણ રવિવાર સવાર સુધી સારવાર લઈ રહ્યા હતા.પોલીસે ગોળીબારમાં કોઈ શંકાસ્પદની ઓળખ કરી નથી અને રવિવાર સવાર સુધીમાં કોઈ ધરપકડની જાહેરાત કરવામાં આવી નથી. ફાયરિંગ કયા કારણોસર થયું તે હજુ સ્પષ્ટ થયું નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં શનિવારે અચાનક તાબડતોડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ તાત્કાલિક ટ્રમ્પને સ્ટેજ પરથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આ દરમિયાન ટ્રંપના કાન પાસે લોહીથી વહેતું જોવા મળ્યું હતું. જોકે, ત્યારબાદ સમાચાર આવ્યા કે શૂટર માર્યો ગયો છે.
વધુ વાંચો : આ પ્રેસિડન્ટને હત્યા પહેલા આવ્યું હતું મોતનું સપનું, વ્હાઉટ હાઉસમાં ફરતાં જોઈ પોતાની લાશ
2024માં માસ શૂટિંગની 293 ઘટનાઓ
2024માં અત્યાર સુધીમાં યુએસમાં ઓછામાં ઓછા 293 સામૂહિક ગોળીબાર થયા છે જેમાં અનેક લોકોના મોત થયાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.