મહારાષ્ટ્રના પરભાણી જિલ્લાના મુરુંબા ગામ સ્થિત પોલ્ટ્રી ફાર્મમાં લગભગ 800 મરઘીઓના મોત થયા છે. જે બાદ તેમને નમૂનાની તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. તપાસમાં મરઘીઓના મોત બર્ડ ફ્લૂના કારણે થયા હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર સામે આવતાની સાથે મેનેજમેન્ટ એલર્ટ થઈ ગયું છે.
આ પોલ્ટ્રી ફામમાં લગભગ 8 હજાર મરઘીઓ છે
લગભગ 800 મરઘીઓના મોત 2 દિવસમાં થયા છે
અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે
આ પોલ્ટ્રી ફામમાં લગભગ 8 હજાર મરઘીઓ છે
પરભાણીના જિલ્લાધિકારી દિપક મુગલીકરે મુરુંબા ગામના એક કિલોમીટરના દાયરામાં આવનારી તમામ મરઘીઓને મારવાના આદેશ આપ્યા છે. સાથે કહ્યું છે કે ગામમાં 10 કિલોમીટરના દાયરામાં આવનારા વિસ્તારોમાં મરઘીઓ બીજા જિલ્લામાં નહીં મોકલવામાં આવે. ઉલ્લેખનીય છે કે જે પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓના મોત થયા છે તેને એક સ્વયં સહાયતા સમૂહ ચલાવે છે. આ પોલ્ટ્રી ફામમાં લગભગ 8 હજાર મરઘીઓ છે. જેમાં લગભગ 800 મરઘીઓના મોત 2 દિવસમાં થયા છે.
અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની વચ્ચે દેશના અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અત્યાર સુધીમાં કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, યુપી અને ગુજરાતમાં બર્ડ ફ્લૂના મામલાની પુષ્ટિ કરાઈ છે. ત્યારે દિલ્હી, છત્તીસગઢ સહિત અન્ય રાજ્યોમાં પક્ષીઓના સેમ્પલ તપાસ માટે મોકલી દેવાયા છે.
તમામ મરઘીઓના મોત બર્ડ ફ્લૂના કારણે થયા
જો કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં બર્ડ ફ્લૂના એક પણ મામલા સામે નહોંતા આવ્યા. જો કે પરભણી જિલ્લાના મુરુંબા ગામમાં સ્થિત પોલ્ટ્રી ફાર્મમાં લગભગ 800 મરઘીના મોત થતા પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. કેમ કે આ તમામ મરઘીઓના મોત બર્ડ ફ્લૂના કારણે થયા છે.
પ્રાણી સંગ્રહાલયમાં બર્ડ ફ્લૂ મળતા તેને સીલ કરવામાં આવ્યું
બર્ડ ફ્લૂના કારણે વધતા મામલાને લીધે પહાડો પર પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના પુંછમાં પશુપાલન વિભાગે પોલ્ટ્રી ફાર્મમાં સાવધાની વર્તવા કહ્યું છે. બીજી તરફ ગત દિવસોમાં યુપીના કાનપુરમાં પ્રાણી સંગ્રહાલયમાં બર્ડ ફ્લૂ મળતા તેને સીલ કરવામાં આવ્યું છે. 4 પક્ષીઓના મોતના રિપોર્ટમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. તેની આસપાસના વિસ્તારને રેડ ઝોન જાહેર કર્યો છે. ત્યારે દિલ્હીમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે.