બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:49 AM, 22 June 2024
બર્ડફ્લુને લઇને ફરીએકવાર ચિંતા ઉભી થઇ છે. તાજેતરમાં મનુષ્યોમાં બર્ડ ફ્લૂના બે કેસ નોંધાયા છે. એક મેક્સિકોમાં અને બીજું પશ્ચિમ બંગાળમાં. મેક્સિકોમાં નવા સ્ટ્રેનથી ચેપગ્રસ્ત એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં એક બાળક ચેપમાંથી બચી ગયું છે.
ADVERTISEMENT
પહેલા મનુષ્યમાં જોવા નહોતો મળતો આ વાયરસ
બર્ડ ફ્લૂનો વાયરસ અત્યાર સુધી ફક્ત પક્ષીઓ અને પ્રાણીઓમાં જ જોવા મળતો હતો, પરંતુ હવે તે મનુષ્યમાં પણ જોવા મળી રહ્યો છે, જે ખૂબ ચિંતાનો વિષય છે. અમેરિકા સહિત ઘણા દેશોમાં પશુઓમાં આ વાયરસ જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે બર્ડ ફ્લૂનું નિદાન લગભગ 1878 માં થયું હતું. ઓક્ટોબર 2022 સુધીમાં તેને યુરોપમાં અત્યાર સુધીનો સૌથી મોટો એવિયન ફ્લૂ રોગચાળો જાહેર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
કયા પ્રાણીઓ અને પક્ષીઓમાં જોવા મળ્યો બર્ડફ્લું
મે 2021માં જંગલી પક્ષીઓમાં આ વાયરસ ફાટી નીકળ્યો તે સમયે નેધરલેન્ડ્સના પુનર્વસન કેન્દ્રમાં જંગલી શિયાળના બચ્ચાઓમાં તે જોવા મળ્યો હતો. જુલાઈ 2021માં, સ્કોટલેન્ડના એક પ્રકારનાં દરિયાઈ પક્ષી ગ્રેટ સ્કુઆસમાં આ વાયરસ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
આ વાયરસ નવેમ્બર 2021માં કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોરમાં મરઘાં ઉછેર અને એક મોટી કાળી પીઠવાળી ગુલમાં જોવા મળ્યો હતો. તે જ વર્ષે ડિસેમ્બરમાં, ઉત્તર અને દક્ષિણ કેરોલિનામાં શિકાર કરાયેલા 4 બતકમાં વાયરસ મળી આવ્યો હતો.
9 ફેબ્રુઆરી, 2022
ADVERTISEMENT
યુનાઇટેડ સ્ટેટ્સના મરઘાંના ફાર્મમાં ટર્કીઓમાં આ વાયરસ હોવાની જાણકારી સામે આવી હતી. પછી પેરુમાં મૃત્યુ પામેલા સિંહમાં વાયરસની તપાસ પોઝિટિવ આવી હતી.
એપ્રિલથી સપ્ટેમ્બર 2022
ADVERTISEMENT
યુ. એસ. માં ગરુડોના મૃત્યુ નોંધાયા હતા. ત્યારબાદ બર્ડ ફ્લૂ વાયરસ ઓછામાં ઓછા 88 સસ્તન પ્રાણીઓમાં જોવા મળ્યો હતો
2022માં અલાસ્કામાં કાળા રીંછ અને સિંહ સહિત બે ડઝનથી વધુ સસ્તન પ્રાણીઓમાં બર્ડ ફ્લૂ વાયરસ જોવા મળ્યો હતો. તે પછીના વર્ષે, 2023 માં, કેનેડામાં જંગલી હંસને ચાવ્યા પછી એક કૂતરામાં વાયરસ મળી આવ્યો હતો,
ADVERTISEMENT
બર્ડ ફ્લૂ અટકાવવા માટે શું કરવું, શું નહીં
આ પણ વાંચોઃ મુંબઈમાં 6 મહિના પહેલા બનેલા અટલ સેતુમાં મોટી તિરાડો, કોંગ્રેસે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.