ગુજરાતના દરિયા કિનારે તા. ૧૪ અને ૧૫ જૂન ૨૦૨૩ દરમિયાન બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા રહેલી છે ત્યારે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
બિપોરજોય વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા અનુરોધ
વાવાઝોડાની પરિસ્થિતિમાં શું કરશો અને શું ન કરશો
અરબી સમુદ્રમાંથી ઉદભવેલું બિપોરજોય નામનું વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. અત્યાર સુધી ગુજરાત પર ખાસ અસર નહીં જોવા મળે તેવી આગાહી હતી જો કે વાવાઝોડું પોતાની દિશા બદલતા હવે ગુજરાત પર તેનો સૌથી વધુ ખતરો છે. હાલ ગુજરાતના દરિયાના કાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ, કચ્છ સહિતના જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બિપોરજોય વાવાઝોડાની અસર દરિયામાં જોવા મળી છે. હાલ તમામ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. 15 જૂને દરિયા કાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવી છે. જેને વહીવટી તંત્ર સજ્જ થઇ ગયું છે. તમામ જિલ્લા અધિકારીઓને સૂચના આપી દેવાઇ છે.
વાવાઝોડા સમયે શું કરવું?
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની યાદીમાં જણાવ્યાનુસાર વાવાઝોડા પહેલાં નાગરિકોએ આગાહી માટે રેડીયો, ટી.વી. સમાચારો અને જાહેરાતોનાં સંપર્કમાં રહેવું, માછીમારોએ દરિયો ન ખેડવો, સલામત સ્થળે બોટને લાંગરવી, દરિયાકાંઠાના અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું, ઘરના બારી-બારણાં અને છાપરાનું મજબૂતીકરણ કરવું તેમજ ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડીયો જેવી તાત્કાલિક જરૂરીયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવી, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટીકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા, જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું અને પ્રાણીઓને સલામત સ્થળે લઇ જવા.
— Collector & DM, Kachchh (@CollectorKutch) June 11, 2023
વાવાઝોડા દરમ્યાન શુ ન કરવું?
વાવાઝોડા દરમિયાન નાગરિકોએ પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઉભા ન રહેવું, ઘરની બહાર નીકળવું નહીં, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરનાં તમામ બારી બારણાં બંધ કરી દેવા, ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.
"બિપરજોય" વાવાઝોડાની અસરને ધ્યાનમાં લઈ, જાન-માલની નુકશાની ન થાય તે માટે
- ભારે પવનથી ઉડીને નુકશાન કરી શકે તેવા છત પર લગાવેલા પતરા, ફાઉન્ડેશન વગરની સોલારપેનલ, હોર્ડિંગ ઉતારી લેવા
- પાલતુ પ્રાણીઓને સલામત સ્થળે ખસેડવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.@CMOGuj@revenuegujarat
— Collector & DM, Kachchh (@CollectorKutch) June 11, 2023
વાવાઝોડા બાદ શું કરવું?
આ ઉપરાંત વાવાઝોડા પછી નાગરિકોએ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ બહાર નીકળવું, અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા, કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરવો, ખુલ્લા - છૂટા પડેલા વાયરોને અડકવું નહીં, ભયજનક અતિ નુકશાન પામેલ મકાનોને તાત્કાલિક ઉતારી લેવા, ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો તથા ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો વગેરે બાબતોનું ધ્યાન રાખવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે.