બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Biparjoy will turn into depression tomorrow at 12 pm- IMD

વાગશે ચક્રવાતનો મૃત્યુઘંટ / IMDનું રાહતનું અપડેટ : કાલે 12 વાગ્યે ડિપ્રેશનમાં ફેરવાશે બિપરજોય, સ્પીડ ઘટીને થશે 40 કિમી, નુકશાન નહિંવત

Hiralal

Last Updated: 10:09 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે બિપરજોય વાવાઝોડને લઈને એક મોટું અપડેટ આપ્યું છે જે અનુસાર આવતીકાલના બપોરના 12 વાગ્યા સુધી બિપરજોય નબળું પડી જશે.

  • બિપરજોય વાવાઝોડુને લઈને મોટું અપડેટ 
  • આવતીકાલે 12 વાગ્યે ડિપ્રેશનમાં ફેરવાશે 
  • સ્પીડ ઘટીને થઈ જશે 40 કિમી, નુકશાન પણ ઓછું થશે 

બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ ગયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં તેની અસર થઈ છે. ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોળ્યાં બાદ બિપરજોય શું કરશે તેને લઈને હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે. 

કાલે બપોરના 12 પછી બિપરજોય પડશે નબળું 
હવામાન વિભાગની આગાહી રાહત આપે તેવી છે. હવામાન વિભાગે કહ્યું કે આવતીકાલે 12 વાગ્યા પછી બિપરજોય નબળું પડી જશે. NDRFના આઈજી નરેન્દ્ર સિંહ બુંદેલાએ કહ્યું કે ભારતીય હવામાન વિભાગની આગાહી છે, બિપરજોય આવતીકાલે બપોરે 12 વાગ્યે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને તેની સ્પીડ ઘટીને કલાકના 40 કિમીની થઈ જશે અને તેનાથી નુકશાન પણ ઓછું થશે. 

બિપરજોય વાવાઝોડું આખરે ગુજરાતના દરિયા કિનારે ત્રાટક્યું

છેલ્લા કેટલાક દિવસથી અરબી સમુદ્રમાં ચકરાવો લઈ રહેલું અતિ ગંભીર કક્ષાનું બિપરજોય વાવાઝોડું આખરે ગુજરાતના દરિયા કિનારે ત્રાટક્યું છે. જોકે બિપરજોયની આંખ હજુ ટકારાવાની બાકી છે. ગુજરાત હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજિન લાલે કહ્યું કે હજુ વાવાઝોડાની સેન્ટર આઈ ટકરાવાની બાકી છે, એટલે આગામી કેટલાક કલાક મહત્વના છે. આઈનો ડાયામિટર લગભગ 50 કિમીનો છે. 

બિપરજોયની આંખ હજુ ટકારાતા શું થશે
બિપરજોયનો વચ્ચેનો ભાગ ટકરાતા દરિયા કિનારાના વિસ્તારોમાં ભયંકર તારાજી જોવા મળશે. 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સાથે ભારે વરસાદ પડશે. 

લેન્ડફોલ ચાલુ છે, પાંચ કલાક નિર્ણાયક 
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાને લેન્ડફોલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કચ્છના માંડવીથી જખૌ બંદર સુધીના વિસ્તારમાં દરિયામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, મોરબી, અને કચ્છમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. મોટી સંખ્યામાં પડી ગયેલા વૃક્ષોને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ કલાક ખૂબ મહત્વના છે. લેન્ડફોલની પ્રક્રિયા મોડી રાત સુધીમાં પૂર્ણ થઈ જશે. દરિયા કિનારાના વિસ્તારોમાં ઘરો અને ગામોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. નિષ્ણાતો કહે છે કે ચક્રવાતની રૂપરેખા હમણાં જ સમુદ્ર કાંઠે ટકરાઈ છે.

રાતના 12 વાગ્યા પછી રાજસ્થાન તરફ ફંટાઈ જશે
આખેાખું ટકરાયા બાદ બિપરજોય પાકિસ્તાન કે રાજસ્થાન ભણી ફંટાઈ જશે. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના વિસ્તારોમાં વાવાઝોડાની અસર નહીંવત રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Biparjoy Cyclone Biparjoy Update Cyclone Biparjoy news Biparjoy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ