બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ચૂંટણી 2019 / the-biopic-pm-narendra-modi-makers-asks-to-election-commission-permission-for-there-film-promotion-in-modern-code-of-conduct-free-areas
vtvAdmin
Last Updated: 10:03 AM, 28 April 2019
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આધારિત બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' ની રિલીઝ પર હાલમાં સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. કોર્ટનુ માનવુ છે કે, ચૂંટણીના સમયે આ ફિલ્મને રિલીઝ કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને તેનો ફાયદો થશે. ત્યારે ચૂંટણી પંચે પણ લોકસભા ચૂંટણીના દરમિયાન પ્રધાનમંત્રી પર બનેલી આ ફિલ્મને ન રિલીઝ કરવાની વાતને યોગ્ય માની છે. એવામાં તાજેતરમાં જ ફિલ્મના મેકર્સે ફિલ્મના પ્રમોશનને લઇને ચૂંટણી પંચને પત્ર લખ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જણાવી દઈએ કે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી'ને લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા એટલે કે, 19 મે પછી રિલીઝ કરવાની વાત પર મહોર લાગી ગઇ તો ફિલ્મ મેકર્સે હાલમાં જ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે.આમાં તેમણે ફિલ્મના પ્રમોશનને લઇને પરવાનગી માંગી છે.
Makers of biopic 'PM Narendra Modi' write to EC seeking clarification on its decision staying its release. Letter states "We seek clarification in this regard from your office as we intend to promote film in areas which are no more affected by MCC after end of polling on 29.4.19" pic.twitter.com/SijKCtBXcf
— ANI (@ANI) April 27, 2019
ફિલ્મ મેકર્સને મોકલેલા પત્રમાં એ પૂછ્યું કે, જે સ્થળોએ આદર્શ આચાર સંહિતા લાગૂ નથી ત્યાં ફિલ્મનું પ્રમોશન કરી શકાય? જોકે આ પત્રનો ચૂંટણી પંચ તરફથી કોઇ પણ જવાબ આવ્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.