ગાંધીનગર / બિનસચિવાલય કૌભાંડ મુદ્દે #SaveGujaratStudents હેશટેગ ઓલ ઈન્ડિયામાં ટ્વિટર ટ્રેન્ડ બન્યો, 2 લાખ ટ્વિટ્સ થઈ

binsachivalay exam protest  over 2 lakh tweets on twitter hashtag savegujratstudents is trending

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે ઉમેદવારો ગઈકાલથી ગાંધીનગરમાં ધરણા પર છે. બુધવારે પરીક્ષાર્થીઓએ ગાંધીનગર ગજવ્યું હતું. આખો દિવસ ઉમેદવારોનો વિરોધ યથાવત્ રહ્યો. પોલીસ દ્વારા ઉમેદવારોને ડીટેઈન પણ કરવામાં આવ્યાં હતાં. ગાંધીનગરમાં બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાનાં વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે. જ્યાં સુધી પરીક્ષા રદ્દ કરવામાં ન આવે ત્યાં સુધી તે ત્યાંથી નહીં હટે તેવી ચીમકી ઉગારી છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ બિનસચિવાલયનો મુદ્દો ખુબ ટ્રેન્ડ થઇ રહ્યો છે. ગઈકાલથી જ ટ્વિટર પર બિનસચિવાલયને લગતાં હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યાં છે. હજારો લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારોનો સાથ આપી રહ્યાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ