bin sachivalay exams scam jignesh mevani with student
ગાંધીનગર /
બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ મેવાણીએ રાત ઉમેદવારો સાથે વીતાવી, SIT એટલે 'કુલડી મા ગોળ ભાગવો'
Team VTV11:34 AM, 06 Dec 19
| Updated: 11:55 AM, 06 Dec 19
બે દિવસથી ગુજરાતનું ભવિષ્ય ભુખ્યુ તરસ્યુ ગાંધીનગરમાં ન્યાય માટે ટળવળી રહ્યુ છે ત્યારે સરકાર તપાસ પંચો રચવામાં મશગૂલ છે. બેરોજગારીમાં નોકરીની તક ગુમાવવી યુવાનોને પોષાય તેમ નથી. બિનસચિવાલયનો મામલો રફેદફે કરવા સરકાર માથાફોડ કરે એના કરતા એને સોલ્વ કરવામાં અને તેનો નીવેડો લાવી યોગ્ય નિર્ણય લેવામાં મશકત કરે તો સારૂ તેવી ચર્ચાઓ સાથે જીગ્નેશ મેવાણીએ ઉમેદાવારો સાથે રાત વીતાવી હતી.
એસઆઈટી ( SIT )ની રચના 'કુલડી મા ગોળ ભાગવા' માટે થઈ
જીગ્નેશ મેવાણી પરીક્ષાર્થીને મળવા પહોંચ્યા હતા
અમારો આંદોલન કારી પરીક્ષાર્થીઓને પૂરેપુરો સાથ
આંદોલનનો નિર્ધાર લઈને બેઠેલા બિનસચિવાલય પરીક્ષાના ઉમેદાવારો ત્રણ દિવસથી ગાંધીનગરમાં બેઠા છે ત્યારે ચર્ચાઓ વિચારણાઓ અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. એક પછી એક રાજકીય નેતાઓ વિદ્યાર્થીઓને મળવા પહોંચી રહ્યા છે ત્યારે આંદોલનકારી નેતા જીગ્નેશ મેવાણી પરીક્ષાર્થીને મળવા પહોંચ્યા હતા. પરીક્ષા રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહેલ પરીક્ષાર્થીને જીગ્નેશે સમર્થન આપ્યું છે.
જીગ્નેશ મેવાણીનું નિવેદન
12 લાખ વિધાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડા કરનાર કૌભાંડની તપાસ થવી જ જોઈએ. નવેસર થી પરીક્ષાની જાહેરાત કરવામાં આવે તો સારૂ. આંદોલન ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી પરીક્ષા રદ્દ નહી થાય. અમારુ વિદ્યાર્થીઓને પુરુ સમર્થન છે. એસઆઈટી ( SIT )ની રચના 'કુલડી મા ગોળ ભાગવા' માટે થઈ
ગુજરાત વિધાનસભામાં ઉપાડીશુ મુદ્દો
વિધાર્થીઓ ના નામ એસઆઇટી ( SIT )મા સમાવેશ કરવામાં આવે. ગુજરાત વિધાનસભામાં મોકો મળશે તો આં મુદ્દાને જરૂર ઉપાડીશું.