bin sachivalay exams scam close yuvrajsinh said but student said no
કભી હા કભી ના /
બિન સચિવાલય પરીક્ષાનું આંદોલન પૂરું કરવાના યુવરાજ સિંહે આપ્યાં સંકેત, ઉમેદવારોએ કહ્યું નહીં થાય
Team VTV02:22 PM, 05 Dec 19
| Updated: 06:08 PM, 05 Dec 19
યુવરાજ સિંહે ગુજરાત સરકાર સાથે બેઠક કરી હતી જેમાં યુવરાજ સિંહે SITની રચના બાદ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી પરંતુ ગ્રાઉન્ડ ઉપર ગઈકાલના બેઠેલા યુવાનોનું કહેવું તો કંઈક જુદુ જ છે ત્યારે પ્રશ્ન એ છે કે શું ખરેખર આંદોલન સમેટાઈ જશે? ઉમેદવારોના જુદા જુદા ટંટણવાજા વાગી રહ્યા છે ત્યારે ખરેખર આ સંગ ક્યાં પહોંચશે તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
પરીક્ષાર્થીઓ આંદોલન સમેટવાના મૂડમાં નથી
શું હતી માંગણી
યુવરાજ સિંહનું પરીક્ષાર્થીઓ માનશે કે નહીં તે પણ મોટો સવાલ છે.
ઉમેદવારોના નેતા યુવરાજ સિંહે બંધબારણે ગુજરાત સરકાર સાથે મંત્રણા કરી લીધી છે અને તપાસ કમિટી SIT ની રચના બાદ આંદોલન સમેટવાની જાહેરાત કરી છે. ત્યારે ગ્રાઉન્ટ ઉપર બે દિવસથી ગાંધીનગર બેઠેલા ઉમેદાવારો યુવરાજની વાત માનશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે.
શુું કહેવું છે યુવરાજનું?
બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે ઉમેદવારો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે ઉમેદવારોના પ્રતિનિધિઓએ કલેક્ટર સાથે બેઠક યોજી. બેઠક બાદ ઉમેદવારોના પ્રતિનિધિ યુવરાજસિંહે કહ્યું કે કલેક્ટર સાથે હકારાત્મક વાતચીત થઇ છે. SITની જાહેરાત થાય એટલે આંદોલન સમેટી લઇશું. અમારી નિષ્પક્ષ તપાસની માગ છે. અને તેની લેખિતમાં ખાતરી આપવી પડશે. યુવરાજસિંહે કહ્યું કે પરીક્ષા રદ કરી અને નવી તારીખ જાહેર કરવામાં આવે.
પરીક્ષાર્થીઓ આંદોલન સમેટવાના મૂડમાં નથી
વિદ્યાર્થીઓને તો પરીક્ષા રદ્દ કરાવવામાં જ રસ છે. સરકાર દ્વારા કોઈ પણ જાતની તપાસ કે કમિટિથી સંતોષ ન હોવાનું ગાંધીનગર પર ધરણા પર બેઠેલા યુવાનો કહી રહયા છે. તેમનો મિજાજ જોતા હાલ આંદોલન સમેટાય તેવા કોઈ એંધાણ દેખાતા નથી.
શું હતી માંગણી
- એસઆઈટીનું ગઠન
- એસઆઈટીમાં ઉમેદવારોના પ્રતિનિધિનો સમાવેશ કરવો
- ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ પણ અધિકારીનો સમાવેશ નહિ
- ગેરરિતી કરનારા ઉમેદવારો સામે કાર્યવાહી કરાય
- ગેરરિતી કરાવનારા સામે કાર્યવાહી થાય
- પેપર લીકના પુરાવાના અનુસંધાને પરીક્ષા રદ્દ કરાવાય