ગાંધીનગર / બિન સચિવાલય પરીક્ષા કૌભાંડઃ ઈસ રાત કી સુબહા નહીં! સતત ત્રીજી રાત યુવાનોએ રસ્તા ઉપર વિતાવી

bin sachivalay exams scam 4th day student protest against guj. govt

બિનસચિવાલય પરીક્ષા રદ્દ કરવા વિદ્યાર્થીઓ અડગ છે. તેમણે કડકડતી ઠંડીમાં ત્રીજી રાત ગાંધીનગરના રસ્તાઓ ઉપર વિતાવી છે. ઈસ રાત કી સુબહા નહીં! ભારતનું ભવિષ્ય કડકડતી ટાઢમાં રાતો રસ્તા ઉપર વિતાવી રહ્યુ છે. દેશનો યુવાન બેરોજગાર છે. જો તંત્ર દ્વારા બેરોજગારીને ડામવા કોઈ પ્રયત્ન નહીં કરવામાં આવે તો ઘેરઘેરથી યુવાનો રસ્તા ઉપર ઉતરીને સત્તાના ઉલટાવી દે તો જ નવાઈ! સરકાર સરકારી બંગલાઓમાં શાંતીથી ઉંઘી રહી છે અને વિપક્ષ ટાઢમાં ઠઠુરી રહેલા વિદ્યાર્થીઓને તાપણાની ગરજ પૂરી પાડી વિરોધ માટે તૈયાર કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. ભાજપ સરકાર માટે આ કસોટીનો કાળ છે. આજની ગફલત આવતી કાલે સત્તાથી વિમુખ કરી શકે છે. કોંગ્રેસની ભૂલોનું ભાજપ પુનરાવર્તન કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ