આક્ષેપ / બિન સચિવાલયની પરીક્ષામાં પુછાયેલ 170માં પ્રશ્નને લઇ વિવાદ, ધારાસભ્ય શૈલેષ પરમારે કર્યો આક્ષેપ

બિન સચિવાલયની પરીક્ષા ફરી વિવાદમાં આવી છે. આ પરીક્ષામાં પુછાયેલ 170 માં નંબરના પ્રશ્નને લઇને વિવાદ થયો છે. આ અંગે ધારાસભ્ય શૈલેષ પરમારે આક્ષેપ કર્યા છે. તેમાં તેમણે જણાવ્યુ હતું કે જ્ઞાતિનું અપમાન થાય તેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને પેપર કાઢનાર વ્યક્તિ સામે એસ્ટ્રોસીટી એક્ટ હેઠળ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અને તેમણે જણાવ્યુ છે કે સામાન્ય જાણકારી ન હોય તેવા વ્યક્તિ કઇ રીતે પેપર બહાર પાડી શકે છે. સખત કાર્યવાહી કરવામાં આવે જેથી આગામી દિવસોમાં આવી હરકત કોઇ કરે નહિં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ