bin sachivalay exam scam Students protested in Gandhinagar
બિન સચિવાલય કૌભાંડ /
વિદ્યાર્થીઓ વતી VTVના આ પ્રશ્નોના સરકાર જવાબ આપશે તો જ પરીક્ષાર્થીઓને ન્યાય મળશે
Team VTV04:22 PM, 04 Dec 19
| Updated: 05:20 PM, 04 Dec 19
17 નવેમ્બરે ફરીવાર યોજાયેલી બિન સચિવાલયની પરીક્ષા દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના 2 સેન્ટર પર ગેરરીતિ થઇ હોવાના CCTV સામે આવ્યા બાદ ફરીવાર વિદ્યાર્થીઓમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું.
બિન સચિવાલય ગેરરીતિ મામલો
VTV ના સરકારને 20 સવાલ
આ ઘટનાને લઇને વિદ્યાર્થીઓ દ્વારા ગૌણ સેવા મંડળને રજૂઆત કરવામાં આવતા વિદ્યાર્થીઓની રજુઆતને ધ્યાને લેવામાં આવી નહોંતી. અંતે રાજ્યના વિદ્યાર્થીઓએ પાટનગર ગાંધીનગર ખાતે આજરોજ આંદોલન કરવાનું નક્કી કર્યું અને રસ્તા પર ઉતરી આવતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. આ આંદોલનમાં ગુજરાત કોંગ્રેસ પણ વિદ્યાર્થીઓની વ્હારે આવ્યું હતું.
VTV દ્વારા પણ સરકારને 20 સવાલ
નોંધનીય છે કે, રાજ્યમાં યોજાતી સરકારી પરીક્ષામાં જ વારંવાર ગેરરીતિની ફરિયાદો ઉઠતી હોવા છતાં રૂપાણી સરકાર દ્વારા ક્યાં કારણોસર કડક પગલા લઇને કાર્યવાહી કરવામાં આવતી નથી તેને લઇને કેટલાક સવાલ ઉભા થાય છે. ગાંધીનગર ખાતે યોજાયેલા ધરણા કાર્યક્રમ વચ્ચે VTV દ્વારા પણ સરકારને 20 સવાલોના જવાબો માંગી રહી છે.
VTV ના સરકારને 20 સવાલ
પેપર ફુટવાની વાતને ગૌણ સેવા પસંદગી મંડળે કેમ ગંભીરતાથી ન લીધી?
કેમ વીડિયો આપનારા વિદ્યાર્થીનું તમે નિવેદન ન લીધું?
ભાવનગરમાં શંકાસ્પદ રીતે ગાડીઓ દોડી તેની તપાસ કેમ ન કરી?
જે વીડિયો તમને વિદ્યાર્થીઓએ આપ્યા છે તેની FSLમાં તપાસ કેમ નથી કરતા?
સુપરવાઈઝરે ચોરી જોઈ છતાં રોકી નહી તેના પર તમે શું પગલા લીધા?
જે કેન્દ્રમાં ચોરી થઈ તેના સંચાલકની સામે તમને ગુનો દાખલ કરતા કોણે રોક્યા?
જે વિદ્યાર્થીઓએ ચોરી કરી તેને પકડતા તમને કોણ રોકી રહ્યું છે?
વીડિયોમાં દેખાય છે કે વિદ્યાર્થી ચોરી કરે છે તો એ વિદ્યાર્થી પકડાય કેમ નહી?