bin sachivalay exam scam student in Gandhinagar protest against guj. govt.
ગાંધીનગર /
હજારો વિદ્યાર્થીઓ ન્યાય માટે ઠંડીમાં ભુખ્યા-તરસ્યા આખી રાત બેઠા પણ સરકારના પેટનું પાણીય ન હલ્યું
Team VTV09:00 AM, 05 Dec 19
| Updated: 01:30 PM, 05 Dec 19
બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે ઉમેદવારો વિરોધ કરી રહ્યાં છે. ઉમેદવારો પરીક્ષા રદ કરવાની માગ કરી રહ્યાં છે. અને તેઓ પોતાની માગ પર અડગ છે. ગાંધીનગરમાં ઉમેદવારો ધરણા પર ઉતર્યા છે. અને યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી ધરણા ચાલું રખાશે. ગઈકાલ સવારથી આ ધરણા શરૂ થયા છે રાતે કડકડતી ઠંડીમાં પણ પરીક્ષાર્થીઓ મક્કમ રહ્યા હતા.
સરકાર ને જગાડવા માટે વિધાર્થીઓએ રામ ધૂન બોલાવી હતી.
સરકાર જયાં સુધી આ મામલે ચુકાદો ન આપે ત્યાં સુધી ધરણા
સરકારની સામે વિદ્યાર્થીઓ અડગ
સરકારને જગાડવા માટે વિદ્યાર્થીઓ આખી રાત જાગ્યા હતા
ગાંધીનગર કલેક્ટરે રાત્રે ઉમેદવારો સાથે સમગ્ર મામલાને લઇ વાતચીત કરી હતી. કુલદીપ આરિયા ગાંધીનગર ના નવા કલેકટર છે. જ્યાં સુધી સરકાર નિર્ણય નહિ લે ત્યાં સુધી વિદ્યાર્થીઓના ધારણા યથાવત રાખશે. બિનસચિવાલાય ની પરિક્ષા રદ થવાનો મામલો હવે તુલ પકડી રહ્યો છે ગઈકાલ સવારથી અટકાયતોનો દોર ચાલ્યો હતો ત્યાર બાદ પરીક્ષાર્થીઓએ ચૂપચાપ ગાંધીનગરમાં જ ધામા નાંખી ગાંધી ચીંધ્યા માર્ગે ધરણા કરવાનું ચાલુ રાખ્યુ હતુ. પરીક્ષાર્થીઓ સરકારની સામે અડગ થઈને ઉભા છે. સરકાર ચુકાદો નહી લાવે તો ધરણા ચાલુ રહેશે.
આખી રાત દરમ્યાન વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં બેઠા હતા. આજે પણ વિદ્યાર્થીઓ તેમની માંગ ને લઈને અડગ છે. માંગ પુરી નહિ થાય ત્યાં સુધી પરીક્ષાર્થી ઓ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ યથવાત રાખશે. 24 કલાક બાદ પણ વિદ્યાર્થીઓ નો વિરોધ યથાવત છે.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. 6 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ક્લાર્કની 3910 જગ્યા ખાલી હતી જેના માટે પરીક્ષા લેવાઈ હતી. કુલ 3173 કેન્દ્રો પરથી પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા બાદ 39 લેખિત ફરિયાદ મળી હતી. કોંગ્રેસે વીડિયો ફૂટેજ રજૂ કર્યા હતા. 5 જિલ્લામાંથી 41 ફરિયાદ મળી છે.