Bin sachivalay exam scam shankarsinh vaghela at gandhinagar with student
મુલાકાત /
બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ: શંકરસિંહ વાઘેલા પહોંચ્યા પરીક્ષાર્થીઓની વચ્ચે કહ્યુ, હું તમારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છું
Team VTV09:50 AM, 05 Dec 19
| Updated: 10:19 AM, 05 Dec 19
બિન સચિવાલય પરીક્ષા કૌભાંડનો મામલો ગુજરાત ગજવીને હવે દેશમાં પ્રસરી રહ્યો છે. એવામાં રાજકારણીઓ પોતાનો રોટલો શેકવા માટે ગાંધીનગર પહોંચી રહ્યા છે. નેતાઓનો ગાંધીનગરની મુલાકાતનો દોર શરૂ થઈ ગયો છે. એવામાં શંકરસિંહ વાઘેલા પરીક્ષાર્થીઓને મળવા પહોંચ્યા હતા જ્યાં તેમણે પરીક્ષાર્થીઓને હૈયાધારણ આપીને જે સાચુ હોય તે કરવાની સલાહ આપી હતી.
સરકાર કોઈ પણ હોય આવું ન ચલાવી લેવાયઃ શંકરસિંહ વાઘેલા
ગઈકાલ સવારથી બેઠા છે વિદ્યાર્થી
450થી વધુની થઈ હતી અટકાયત
ગાંધીનગરમાં ગઈકાલ સવારથી 4000થી 5000 જેટલા વિદ્યાર્થીઓ બિન સચિવાલયના કાર્યાલયની બહાર ધરણા ધરીને બેઠા છે. જેમની ઉપર લાઠી ચાર્જ થયો, તેમને દોડાવવામાં આવ્યા 450 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી પરંતુ આખરે તેમને છોડી મૂકાયા હતા.
શું કહ્યુ શંકરસિંહ વાઘેલાએ
આ વિદ્યાર્થીઓને મળવા આજે વહેલી સવારે શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા. તેમણે ઉમેદવારોને હૈયાધારણ આપી હતી. શંકરસિંહ વાઘેલાએ કહ્યુ હતુ કે, હું તમારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છું. સરકાર કોઈ પણ હોય પણ ભરતી મામલે પરીક્ષામાં જે ગોટાળા થઈ રહ્યા છે તે ચલાવી ન લેવાય તે યોગ્ય નથી.