Team VTV10:31 AM, 05 Dec 19
| Updated: 10:47 AM, 05 Dec 19
બિનસચિવાલય પરીક્ષા કૌભાંડનો મામલો મિનિટે મિનિટે વધુને વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આગની જેમ પરીક્ષાર્થીઓ અને ઉમેદાવારોનો મુદ્દો વિદ્યાર્થીઓ અને રોજગારીના મુદ્દા સાથે જોડાઈને યુવાનોનો મુદ્દો બની ગયો છે. ત્યારે આજે મણિનગરમાં આવેલા અસિત વોરાના ઘરની બહાર પરીક્ષાર્થીઓએ હુરિયો બોલાવી હલ્લાબોલ કર્યો હતો. અસિત વોરા ગૌણસેવા પરિક્ષા સમિતિના ચેરમેન છે.
અસિત વોરાના ઘરે હલ્લાબોલ
અસિત વોરના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન છે અસિત વોરા
બિનસચિવાલય પરીક્ષા કૌભાંડને મામલે હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે જેમાં મણિનગરમાં અસિત વોરાના ઘરે હોબાળો થયો છે. NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતુ જેમાં 20થી વધુ યુવાનોની અટકાયત કરવામાં આવી છે. વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને પોલીસે અટકાયત કરી છે. અસિત વોરા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન છે.
20થી વધુ યુવાનોની અટકાયત
બિનસચિવાયલ ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિનો મામલાની ગંભીરતાને પગલે પહેલેથી જ અસિત વોરના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેવા NSUI ના કાર્યકરો વિરોધ કરવા આવ્યા કે તેવી જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. 20થી વધુ યુવાનોની અટકાયત કરવામાં આવી.
ગઈકાલ રાતના હજારો વિદ્યાર્થી ગાંધીનગરમાં ધરણા પર
4000થી 5000 જેટલા વિદ્યાર્થીઓએ આખી રાત રસ્તા ઉપર પસાર કરી છે. વિદ્યાર્થી આ વખતે લડી લેવાના મૂડમાં છે. પાટણ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યુ હતુ. મોબાઈલની લાઈટ ચાલુ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ન્યાય ન મળે ત્યાં સુધી ગાંધનગર ન છોડવાનો ઉમેદવારોનો મક્કમ નિર્ણય છે. ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાનું વિદ્યાર્થીઓએ પસંદ કર્યુ છે.