Bin Sachivalay exam scam GSSSB officer also involved in Scam
કોણ ગુનેગાર? /
બિનસચિવાલય પરીક્ષા કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીઓની જ સંડોવણી હોવાની શંકા
Team VTV11:31 AM, 31 Dec 19
| Updated: 11:40 AM, 31 Dec 19
બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ મામલે રોજે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે બિનસચિવાલય પરીક્ષામાં પેપર ફોડવામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જ કેટલાક કર્મચારીઓનો હાથ હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે. GSSSBના દરેક કર્મચારી પોલીસની રડારમાં છે. ઘરકા ભેદી લંકા ઢાયે આ કહેવત પેપર લીક મામલે એકદમ પરફેક્ટ છે.
ગૌણસેવા પસંદગી મંડળના કર્મચારીઓની સંડોવણીની શકયતા
નિયુક્ત કર્મીઓની હિલચાલ પર પોલીસની બાજ નજર
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત હોય શકે છે પેપરલીક કાંડનું એપી સેન્ટર
બિન સચિવાલય પરીક્ષા પેપર લીક કેસ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે પેપર લીક કરવાના મામલે ગૌણસેવા પસંદગી મંડળના કર્મચારીઓની સંડોવણી હોવાની શક્યતા છે. હાલમાં પોલીસ દ્વારા નિયુક્ત કર્મચારીઓની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. પેપર લીક કરવાનું સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત એ.પી.સેન્ટર હોવાની શક્યતા છે. પેપર લીક કાંડમાં અન્ય આરોપીઓ પણ ગુજરાતના જ હોવાનું પોલીસને અનુમાન છે.
શું છે બિનસચિવાલયનો વિવાદની તવારીખ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઑક્ટોબર 2018માં બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની 2221 જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પછીથી ફરી એકવાર જૂન 2019માં જગ્યામાં વધારો કરીને 3053 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. ફરી પાછી 20 ઓક્ટબર 2019માં પરીક્ષા રદ્દ કરવાની ડાહેરાત કરાઈ હતી. આખરે 17મી નવેમ્બરના દિવસે પરીક્ષા લેવાઈ હતી જેમાં ગેરરીતિને મામલે પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી હતી