bin sachivalay exam scam 4000 candidate stay 2 days Gandhinagar for justice
આંદોલન /
ઘર નહીં જાયેંગે હમઃ બિનસચિવાલયના પરીક્ષાર્થીઓનો દ્રઢ સંકલ્પ, બે દિવસ ગાંધીનગરમાં ધામા
Team VTV05:13 PM, 04 Dec 19
| Updated: 05:15 PM, 04 Dec 19
બિનસચિવાલયને મામલે આજે ગુજરાતમાં ઘમાસાણ મચ્યુ હતુ. રાજ્યભરમાંથી પરીક્ષાર્થીઓ ગાંધીનગર તરફ કુચકદમ કરીને પહોંચ્યા હતા. ગાંધીનગરમાં આ માટે પહેલેથી જ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો જેમાં 700 પોલીસ કર્મીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જેવા ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા કે 450 જેટલા પરીક્ષાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી જેમાં કોંગી નેતાઓ પણ જોડાયા હતા અને જેલભરો આંદોલન શરૂ કરી દીધુ હતુ. આખરે ગૃહમંત્રી પ્રદિપસિંહ 2 દિવસમાં કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા ઉમેદવારોએ 2 દિવસ ગાંધીનગરમાં નાંખીને ન્યાયની રાહ જોવાનું નક્કી કર્યુ હતુ.
4000 જેટલા વિદ્યાર્થીઓએ ગાંધીનગર ધામા નાંખ્યા
2 દિવસ સુધી ગાંધીનગર રોકાઈને જોશે રાહ
ન્યાય માટે આંદોલનની ચિમકી
યુવરાજસિંહે શું કહ્યુ?
તમામ ઉમેદવારોને પોલીસ મુક્ત કરશે. હું એક વખત સરકાર પર વિશ્વાસ કરવા તૈયાર છુ. મે આપેલો પુરાવો સચોટ છે. અમે ન્યાય માંગી રહ્યા છીએ. ન્યાય નહી મળે તો ફરી રોડ પર આવીશુ. તપાસ નહી હવે નિર્ણય જોઈએ. સરકારે તપાસ માટે 2 દિવસ માંગ્યા છે. કોઈએ મને સમજાવ્યો નથી. નિર્ણય અમારા પક્ષમાં આવી રહ્યો છે. ઉમેદવારો 2 દિવસ ગાંધીનગર નહી છોડે.
મામલો શું છે?
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. 6 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ક્લાર્કની 3910 જગ્યા ખાલી હતી જેના માટે પરીક્ષા લેવાઈ હતી. કુલ 3173 કેન્દ્રો પરથી પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા બાદ 39 લેખિત ફરિયાદ મળી હતી. કોંગ્રેસે વીડિયો ફૂટેજ રજૂ કર્યા હતા. 5 જિલ્લામાંથી 41 ફરિયાદ મળી છે.
શું કરાઈ કાર્યવાહી
305 બ્લોકના CCTV ફૂટેજ તપાસાઈ રહ્યા છે. તપાસની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. 2 દિવસમાં સરકાર એક્શન લેશે. સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ગીરસોમનાથમાંથી ફરિયાદ મળી
પાલનપુરની ફરિયાદમાં FRI પણ નોંધાઈ છે.
કોની કોની સામે લેવાશે એક્શન
પરીક્ષાર્થી પર પણ એક્સન લેવાશે. સંડોવાયેલા સામે એક્સન લેવાશે. સંચાલકો, ખંડ નીરીક્ષકોને બોલાવશુ. આવતીકાલથી ગૌણ સેવા પસંદગી મંડળ સુનાવણી શરૂ કરશે. પેપર લીક થયુ હતુ તે પેપર ખોટુ હતુ.