Bin sachivalay exam Malpractice Bus conductor notice vadrad prantij
તપાસ /
બિન સચિવાલયની પરીક્ષામાં ગેરહાજર હોવા છતાં કંડકટરને આ પ્રકારની નોટિસ મળતા ખળભળાટ
Team VTV07:59 PM, 09 Dec 19
| Updated: 08:05 PM, 09 Dec 19
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરમાં વિવિધ આંદોલનો થઈ રહ્યા છે. આજે કોંગ્રેસ ધારાસભ્યોએ પણ આ મુદ્દે વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કરતા સમગ્ર સાબરકાંઠ જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ટોક ઓફ ધી ટાઉન બની રહી છે.
પ્રાંતિજના વદરાડ ગામના કંડકટરને 17 તારીખે હાજર રહેવા ફરમાન
પરીક્ષામાં ગેરરીતિ કરતા સીસીટીવીમાં ઝડપાયા હોવાની વિગતના આધારે ગાંધીનગરનો બોલાવાયા
જોકે ઉમેદવાર બોટાદ હિંમતનગર બસના કંડકટર હોવાથી પરીક્ષામાં રહ્યા હતા ગેરહાજર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામના અપુર્વ પટેલ પોતે બસ કંડકટર હોવાના પગલે રજા ન મળતા આ પરીક્ષામાં હાજર રહી શક્યા ન હતા. જોકે તેમના ઘરે ગાંધીનગરથી ગેરરીતિ મામલે હાજર રહેવાનું ફરમાન થતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયું છે.
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામના અપુર્વ પટેલ બોટાદ-હિંમતનગર-બોટાદ બસમાં કંડકટર તરીકે ફરજ બજાવે છે. તેમજ પરીક્ષાની તારીખે તેમને રજા ન મળતા તેમણે ઉમેદવારી કરી ન હતી. આ દિવસે સવારે બેગ નંબર 219 થકી બસમાં નોકરી શરૂ કરી હતી. તેમજ બકલ નંબર 5520ના ડ્રાઈવર સાથે બસ નંબર GJ-18-Z-6007થી બોટાદથી હિંમતનગર આવી પરત બોટાદ ગયા હતા. આ દરમિયાન ગતરોજ બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગની પરીક્ષા મુદ્દે તેમને પોતાના વતનમાં નોટિસ મળી શકે. આગામી 9 તારીખે સેક્ટર 10 ગાંધીનગર ખાતે લેખિત પરીક્ષામાં ગેરરીતિ આચરવા મામલે હાજર રહેવાની વાત કરવાની સાથોસાથ હાજર ન રહે તો ફોજદારી કાર્યવાહીની પણ ધમકી ભરી નોટિસ પાઠવતા પરિવારજનો સહિત સમગ્ર ગામ અને વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયું છે.
ઉમેદવારની જગ્યાએ અન્ય ઉમેદવાર!
સામાન્ય રીતે બિન સચિવાલયની પરીક્ષાથી લઇ આજ દિન સુધી વિવિધ જગ્યાએ ગેરરીતિઓ સહિત પેપર લીક થવાનો મામલો પણ છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર રાજ્યમાં સેવાળા સુધી પહોંચી રહ્યું છે ત્યારે આજે ઉમેદવારી વિના નોટિસ પાઠવવાની વાત આવતા ક્યાંકને ક્યાંક ઉમેદવારની જગ્યાએ અન્ય ઉમેદવાર સીસીટીવીમાં ઝડપાયા હોવાના વાતને વધુ પ્રાધાન્ય તે મળી રહી છે જેના પગલે ગેરરીતિ થઈ હોવાની વાત પણ હવે ધીરે ધીરે શંકાના દાયરામાં આવી રહી છે.