બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / bin sachivalay Clerk Exam Postponed, Statement given by Yuvraj Singh Jadeja

ગેર'વહીવટ' / બિન સચિવાલય પરીક્ષા મૌકૂફ: યુવરાજસિંહે ઊભા કર્યા મોટા સવાલ, કહ્યું પડદા પાછળનું કારણ તપાસનો વિષય

Vishnu

Last Updated: 11:09 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે આ 3 વર્ષમાં ચોથી ઘટના છે, પડદા પાછળની હકીકત કઈક અલગ જ છે

 • રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મૌકૂફ
 • ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા મૌકૂફીની કરી જાહેરાત
 • વહીવટી કારણોસર પરીક્ષા મૌકૂફ રાખવાનો લેવાયો નિર્ણય

રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મૌકૂફ રાખવાનો ગૌણ સેવા પંસદગી મંડળે નિર્ણય લીધો છે.3 વર્ષ પરિક્ષાનું આયોજન કરાયુ હતુ. ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા મૌકૂફીની જાહેરાત કરી છે. વહીવટી કારણોસર પરીક્ષા મૌકૂફ રાખવાનો લેવાયો નિર્ણય. 13 ફેબ્રુઆરીએ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી. 

વહીવટી કારણ ઘર્યુ પણ પડદા પાછળનું કારણ ગોપનીય રહેશે: યુવરાજસિંહ જાડેજા
વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે આ 3 વર્ષમાં ચોથી ઘટના છે. વિદ્યાર્થીઑ માટે પરીક્ષા રદ્દ થવી કે મોકૂફ રાખવામાં આવી હોય તે સામાન્ય બાબત થઈ ગઈ છે. સરકારે 2018માં જાહેર કરેલી ભરતી વિવિધ કારણસર 4 વખત મોકૂફ રાખી છે. હાલ તો વહીવટી કારણોનું બહાનું આગળ ધરી આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવુ ગૌણ સેવા મંડળ કહી રહ્યું છે. પણ પડદા પાછળની હકીકત કઈક અલગ જ છે તેવુ યુવરાજસિંહનું માનવું છે. તેમણે વધુમાં કહ્યું કે 4 દિવસ બાદ પરીક્ષા યોજાવવાની હતી. તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ હતી. જિલ્લા ક્લેક્ટરથી લઈ પોલીસ કાફલા સુધી વ્યવસ્થા માટેના આદેશ આપી દેવામાં આવ્યા હતા. તેમ છતાં પરીક્ષા રદ્દ થવી તેના પાછળ કોઈ મોટું જ કારણ હોઈ શકે. આવા વારંવાર નિર્ણયથી વિદ્યાથી પર માનસિક ત્રાસ વધી રહ્યો છે. પરીક્ષા મોકૂફ કેમ રખાઇ એ તપાસનો વિષય છે.

 

3901 જગ્યા માટે કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવારોનું ભાવિ પણ મૌકૂફ
બિન સચિવાલય કારકુન વર્ગ-3 સંવર્ગ તેમજ સચિવાલય માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષાનું આયોજન 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. જે માટે બપોરે 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો હતો. પરીક્ષાના કોલલેટર પણ મોટા ભાગના ઉમેદવારોએ ડાઉનલોડ કરી લીધા હતા. પણ હવે વહીવટી કારણ આગળ ધરી ફરી પરીક્ષા મોકૂફ કરવાનો નિર્ણય લીધો છે.બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની 3901 જગ્યા માટે કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવારો મેદાનમાં છે.

બિનસચિવાલય પરીક્ષા 3 વર્ષથી ગોથે ચડી

 • ઓકટોબર 2018માં જાહેરાત થઈ
 • ધોરણ 12 વિદ્યાથીને પરીક્ષા માંથી બાકાત રાખતા આંદોલન થયું
 • 2019માં ભરતી ગેરરીતિને કારણે રદ્દ કરવામાં આવી
 • રદ્દ થયા બાદ કોરોના સ્થિતિને કારણે ભરતી 2 વર્ષ મોડી યોજવામાં આવી
 • 22 નવેમ્બર 2021ના રોજ ભરતી પરીક્ષાની તારીખ જાહેર થઈ
 • 29 જાન્યુઆરી 2022થી કોલલેટર કાઢવાની પ્રક્રિયા શરૂ થઇ 
 • 9 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા મોકૂફની જાહેરાત કરવામાં આવી
   

સંકળાયેલા મુદ્દાઓ

Exam postponed Gujarat government Yuvraj Singh Jadeja bin sachivalay clerk ગુજરાત સરકાર પરીક્ષા મોકૂફ બિન સચિવાલય ક્લાર્ક યુવરાજસિંહ જાડેજા bin sachivalay Clerk Exam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ