નિર્ણય / રાજ્ય સરકારના આદેશ બાદ બિન સચિવાલયની પરીક્ષા કરાઇ રદ્

bin sachivalay clerk and office assistant exam cancel

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આ પરીક્ષા 20 ઓકટોબરે યોજાવાની હતી. બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાવાની હતી. જેમાં 8 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતાં. આ પરીક્ષા 3 હજાર 53 બેઠકો માટે યોજાવાની હતી. તેમજ પરીક્ષાના પેપર ફૂટ્યા હોવાના મેસેજ ફરતા થયાં હતાં.જો કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા રદ્દ કરવા અંગે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ