બ્રેકિંગ ન્યુઝ
VTV / Bill passed to provide greater autonomy to 12 ports; Rajya Sabha discusses Union Budget
Hiralal
Last Updated: 04:26 PM, 10 February 2021
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર સૌથી પહેલા લોકસભામાં મેજર પોર્ટ ઓથોરિટી ખરડો,2020 રજૂ કર્યો હતો જે સર્વસંમતિથી પસાર થઈ ગયો હતો.
લોકસભામાં પણ મેજર પોર્ટ ઓથોરિટી બીલ પસાર થઈ ચૂક્યુ છે
ADVERTISEMENT
મેજર પોર્ટ ઓથોરિટી ખરડામાં 12 મોટા બંદરને ડિસિઝન મેકિંગમાં મોટી આઝાદી અપાવવાની જોગવાઈ છે. બુધવારે રાજ્યસભામાં પણ મેજર પોર્ટ ઓથોરિટી ખરડા પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
રાજ્યસભામાં મેજર પોર્ટ ઓથોરિટી બિલ, 2020 ને રજૂ કરતા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે આ ખરડામાં પોર્ટ સેક્ટરનો કારોબાર સરળ બનાવવાની જોગવાઈ છે. કોંગ્રેસ સાંસદ શક્તિકાંત ગોહિલે એવું જણાવ્યું કે આ ખરડો નબળો છે અને તેમાં કેટલાક ચોક્કસ હિતધારકોને ફાયદો થશે. શું આ ખરડો મિત્રોને ફાયદો પહોંચાડવા માટે લાવવામાં આવ્યો છે. મિત્રના નામે એરપોર્ટ કરવામાં આવી રહ્યાં છે અને હવે 12 મોટા બંદરો પણ એક ખાસ મિત્રને સોંપી દેવાનો સરકારનો ઈરાદો લાગી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.