દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે સતત કેસ વધી રહ્યા છે ક્યારે રસી આવે તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે ઉદ્યોગપતિ બિલ ગેટ્સને રસી માટે ભારતથી ઘણી બધી આશાઓ છે.
દુનિયાના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિને ભારતથી ખૂબ આશા છે, તેમણે કહ્યું કે આવતા વર્ષે પહેલા ત્રિમાસિક ગાળામાં કેટલીય કોરોના વાયરસની રસી ફાઈનલ સ્ટેજમાં હશે. તેમણે કહ્યું કે વેક્સીન ઉત્પાદન માટે દુનિયા ભારત સામે જોઈ રહી છે. આવતા વર્ષે ગમે ત્યારે કોરોના વાયરસની રસી રોલઆઉટ થઇ શકે છે. ભારતમાં મોટા પાયા પર તેનું ઉત્પાદન કરવામાં આવશે. તેમાંથી કેટલોક હિસ્સો વિકાસશીલ દેશને મળે તે માટે દુનિયા ભારત સામે નજર રાખીને બેઠી છે.
રસીના ઉત્પાદનમાં ભારતના સહયોગની જરૂર
ગેટ્સે કહ્યું કે ભારત દુનિયાનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે, અમારે કોરોના વાયરસની રસીના ઉત્પાદનમાં ભારતના સહયોગની જરૂર છે. અમે બધા ભારતમાં વહેલામાં વહેલી તકે રસી ઈચ્છીએ છે, બસ એકવાર તેના પ્રભાવ અને સુરક્ષિત હોવાની જાણ થાય. તેમણે કહ્યું કે રસીના ઉત્પાદન લઈને ભારત સાથે વાતચીત ચાલી રહી છે. એકવાર કોઈ પણ વેક્સિન પછી તે એસ્ટ્રાઝેનેકા, ઓક્સફર્ડ, નોવાવેક્સ હોય કે પછી જોહન્સન અને જોહ્ન્સનનો હોય, ગેટ્સ ભારતમાં તેનું ઉત્પાદન કરવા માટે પ્રયત્ન કરશે
માઈક્રોસોફ્ટના સંસ્થાપકે કહ્યું કે આ કોઈ વિશ્વ યુદ્ધ જેવું નથી પરંતુ તેના કરતા પણ મોટું છે. આખી દુનિયામાં બધાને સમાનરૂપે વેક્સિન મળે તે માટે ભારત તેમાં મદદ કરશે.
સ્વાસ્થ્ય મંત્રીને પણ આશા
નોંધનીય છે કે ભારતના સ્વાસ્થ્ય મંત્રીએ પણ આશા વ્યક્ત કરી હતી કે આવતા વર્ષે કોરોના વાયરસની વેક્સિન આવી જશે. હર્ષવર્ધને કહ્યું હતું કે દેશમાં રસીના અનેક ટ્રાયલ ચાલી રહ્યા છે. અત્યારે આપણે આગાહી કરી શકતા નથી કે કઈ રસી સૌથી અસરકારક રહેશે, પરંતુ 2021 ના પહેલા ક્વાર્ટર સુધીમાં, તેના પરિણામો જાણવા મળી જશે.