bilaspur wife cannot say no for physical relations says high court
માથાભારે મહિલા /
પતિ જાડો અને ભદ્દા જેવો લાગે છે: રિસાઈને પિયરમાં જતી રહી પત્ની, કોર્ટે આપ્યો આ ચુકાદો
Team VTV12:12 PM, 06 Mar 22
| Updated: 12:12 PM, 06 Mar 22
વૈવાહિક જીવનને લઈને છત્તીસગઢની બિલાસપુર હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, પતિ-પત્નીમાં શારીરિક સંબંધ હોવો એક સ્વસ્થ્ય વૈવાહિક જીવનનો મહત્વનો ભાગ છે.
વૈવાહિક જીવનમાં ભંગાણનો મામલો કોર્ટે પહોંચ્યો
પતિ-પત્નીને લઈને કોર્ટે કહી આ વાત
પતિને ટોર્ચર કરતી હતી પત્ની
વૈવાહિક જીવનને લઈને છત્તીસગઢની બિલાસપુર હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, પતિ-પત્નીમાં શારીરિક સંબંધ હોવો એક સ્વસ્થ્ય વૈવાહિક જીવનનો મહત્વનો ભાગ છે. વિવાહ બાદ પતિ અથવા પત્નીમાં કોઈ પણ દ્વારા શારીરિક સંબંધથી ના પાડવી તે ક્રૂરતા છે. છત્તીગસઢના બેમેતરા જિલ્લામાંથી આવેલો એક મામલામાં બિલાસપુર હાઈકોર્ટે આ ટિપ્પણ કરી હતી.
શું છે સમગ્ર મામલો
હકીકતમાં જોઈએ તો, બિલાસપુરનો રહેવાસી એક યુવકના લગ્ન 25 નવેમ્બર 2007ના રોજ બેમેતરા જિલ્લાની રહેવાસી એક યુવતી સાથે થયા હતા. પતિએ પોતાની છૂટાછેડા અરજીમાં કહ્યું છે કે, પત્ની વિવાહના થોડા દિવસ બાદ ક્રૂરતા પર ઉતરી આવી હતી. તેને માનસિક રીતે સતત એવું કહીને ટોર્ચર કરવામાં આવતો હતો તે, તે સુંદર નથી.
પત્નીએ શિક્ષિકાની નોકરી જોઈન કરી
બિલાસપુરના વિકાસન ગરમાં કહેતા એન મિશ્રાના લગ્ન 25 નવેમ્બર 2007ના રોજ થયા હતા. લગ્નના થોડા મહિના સુધી તેની પત્ની સાસરિયામાં રહી અને ત્યાર બાદ તે પોતાના પિયરે જતી રહી. દાખલ કરેલી અરજીમાં કહેવાયું છે કે, પત્નીએ 2011માં પતિ તથા સાસસરિયાવાળાને કહ્યા વગર બેમેતરામાં શિક્ષિકાની નોકરી જોઈન કરી લીધી. બાદમાં જ્યારે પતિએ તેને ઘરે આવવું કહ્યું તો, ઉલ્ટાનું પતિને જ ત્યાં રહેવા આવી જવા કહ્યું. જેના માટે થઈને તે દબાણ કરવા લાગી. ત્યારે આવા સમયે પરેશાન પતિએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી દાખલ કરી.
છૂટાછે઼ડા માટે અરજી કરી
પિતાનું નિધન થતાં પત્ની પિયરમાં જતી રહી અને ત્યાં લગભગ ચાર વર્ષ સુધી રહી. આ દરમિયાન પતિ મોબાઈલથી સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યો હતો. પત્નીને પાછી લાવવાની વાત કરવા પર પત્નીનો જવાબ આવતો હતો કે, પતિ બિલાસપુર છોડીને બેમેતરામાં રહેવા આવી જાય. ત્યાર બાદ પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી. પણ ફેમિલી કોર્ટે અરજી ફગાવી દીધી. તો પતિએ હાઈકોર્ટમાં અપીલ કરી. તેને બિલાસપુર હાઈકોર્ટે સ્વિકાર કરી લીધી છે.
પતિ-પત્નીમાં કોઈ પણ શારીરિત સંબંધથી ના પાડવી તે ક્રૂરતા બરાબર
આ મામલામાં જસ્ટિસ પી સૈમ કોશી તથા જસ્ટિસ પીપી સાહૂની બેંચનું કહેવું છે કે, એ સ્પષ્ટ છે કે, ઓગસ્ટ 2010થી પતિ-પત્ની તરીકે બંને વચ્ચે કોઈ સંબંધ નથી, જે એવુ તારણ કાઢવા માટે પુરતુ છે કે , તેમના વચ્ચે કોઈ શારીરિક સંબંધ નથી. પતિ અને પત્ની વચ્ચે શારીરિક સંબંધ વૈવાહિક જીવનનું સ્વસ્થય હોવા માટે મહત્વપૂર્ણ ભાગમાંથી એક છે. જો એક પતિ અથવા પત્ની સાથે શારીરિક સંબંધથી ના પાડે છે, તો તે ક્રૂરતા બરોબર છે. એટલા માટે અમારો વિચાર છે કે, પ્રતિવાદી દ્વારા અપીલકર્તા પતિ સાથે ક્રૂરતાનો વ્યવહાર કરવામાં આવ્યો છે.