મોટર વાહન અધિનિયમ, 1988માં વધુ એક નિયમ ઉમેરવામાં આવ્યો છે. પહેલા હેલ્મેટ ના પહેરવામાં આવે તો ચલણ કાપવામાં આવતું હતું, હવે હેલ્મેટ પહેર્યું હોવા છતાં ચલણ કાપવામાં આવી રહ્યું છે.
હેલ્મેટ પહેર્યું હશે તો પણ કપાશે ચલણ
મોટર વાહન અધિનિયમ, 1988માં વધુ એક નિયમ ઉમેરાયો
જાણી લો આ નિયમ
ટ્રાફિકના નિયમોમાં ફેરફાર સમયાંતરે કરવામાં આવી રહ્યો છે. પહેલા હેલ્મેટ ના પહેરવામાં આવે તો ચલણ કાપવામાં આવતું હતું, હવે હેલ્મેટ પહેર્યું હોવા છતાં ચલણ કાપવામાં આવી રહ્યું છે. મોટર વાહન અધિનિયમ, 1988માં વધુ એક નિયમ ઉમેરવામાં આવ્યો છે, ત્યાર પછી ટ્રાફિક પોલીસ હેલ્મેટ પહેર્યું હોવા છતાં ચલણ કાપવામાં આવી રહ્યું છે. જો તમે હેલ્મેટ ખોટી રીતે પહેર્યું હશે તો તમારું ચલણ કપાઈ શકે છે.
તમે પણ હેલ્મેટ પહેરવામાં કરો આ ભૂલ કરો છો?
અનેક લોકો હેલ્મેટ પહેરે છે, પરંતુ માત્ર ઔપચારિકતા માટે. જો તમે હેલ્મેટ પહેર્યું છે, પરંતુ તે તમારા માથા પર અડધુ લટકેલ અથવા સ્ટ્રેપ લગાવેલ નથી, હેલ્મેટ પહેરવાનો કોઈ અર્થ નથી. આ પ્રકારે હેલ્મેટ પહેરવાથી દુર્ઘટના સમયે તમારું હેલ્મેટ નીકળી શકે છે તથા રસ્તા પર ચાલતા અન્ય વ્યક્તિ ઘાયલ પણ થઈ શકે છે.
1,000 નો દંડ
આ પ્રકારની ઘટનાઓ ના સર્જાય તે માટે રોડ તથા પરિવહન મંત્રાલયના આદેશ પર વાહન અધિનિયિમ (1988)માં નવો કાયદો ઉમેરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ ટુ વ્હીલર ચાલકને 1,000 રૂપિયાનો દંડ લાગી શકે છે. જો તમે પણ હેલ્મેટ પહેર્યું છે, પરંતુ તે હેલ્મેટ ડુપ્લીકેટ અથવા ISI માર્ક ના હોય તો તમને 1,000 રૂપિયાનો દંડ લાગી શકે છે. હેલ્મેટ ના પહેર્યું હોય તો 2,000 રૂપિયાના દંડની જોગવાઈ છે.
આ રીતે પહેરો હેલ્મેટ
ટુ વ્હીલરના વાહનનો ઉપયોગ કરતા સમયે હેલ્મેટ પહેરવું જરૂરી છે. જો તમારી સાથે પિલિયન રાઈડર છે, તો તેણે પણ હેલ્મેટ પહેરવું જરૂરી છે. મંત્રાલયના આંકડા અનુસાર રોડ દુર્ઘટનામાં સૌથી વધુ ટુ વ્હીલર વાહન ચાલકનું મૃત્યુ થાય છે. જે હેલ્મેટ તમારા માથામાં ફિટ બેસતુ હોય તેવું જ હેલ્મેટ પહેરવું. હેલ્મેટ પહેર્યા પછી સ્ટ્રેપ પર લગાવવામાં આવેલ લોક બંધ કરવું. હેલ્મેટ ક્યાંયથી તૂટેલું ના હોવું જોઈએ.