અમરેલીઃ ભૂજથી ભાવનગર જતી ST બસનો અમરેલીના બાબરા બસસ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો. ST બસનો ડમ્પર સાથે અકસ્માત થયો હતો જોકે બન્નેની વચ્ચે થયેલા અકસ્માતમાં બે બાઇક સવાર વચ્ચે આવતા બન્ને બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું હતું.
આ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. જેને લઇને તેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળના કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે ભૂજથી ભાવનગર જ્યારે ST બસ જઇ રહી હતી ત્યારે બાબરા સ્ટેશન નજીક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બસ અને ડમ્પર વચ્ચે બે બાઇક સવાર આવી જતા બનવા પામ્યો હતો. જેમાં બન્ને બાઇક સવારના મોત નિપજ્યાં હતા.