ગેંગરેપ / 16 વર્ષ પહેલા બિજલ જોષી સામૂહિક દુષ્કર્મ કેસમાં 5 વર્ષે ગુનેગારોને સજા મળી હતી, હાલ 14 વર્ષની કેદ ભોગવી આઝાદ

 bijal joshi gang rape case in Ahmedabad Gujarat

31મી ડિસેમ્બર 2003ની ગોઝારી રાતે અમદાવાદની 24 વર્ષની બીજલ જોષી ઉપર બળાત્કારની દર્દનાક ઘટના ઘટી હતી જેના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા. આ કેસમાં દુષ્કર્મ કરનારા હાઈપ્રોફાઈલ લોકો સામે પોલીસ પણ પગલા લેવા તૈયાર નહતી ત્યારે આખરે જનાક્રોશ સામે પગલા લેવા પડ્યા હતા અને ગુનેગારોને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી જો કે, આ કેસમાં સજા ભોગવી રહેલા ગુનેગારોને હાલ ગત્ 12 ડિસેમ્બર 2018ના દિવસે છોડી મૂકવામાં આવ્યા છે. હૈદરાબાદની ઘટનાએ ગુજરાતની આ દીકરીનો એ કેસ ફરીથી યાદ અપાવી દીધો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ