બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ રાજસ્થાન સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે. સુશીલ મોદીએ કહ્યું કે એક કરોડ જમા કરાવ્યા બાદ જ રાજસ્થાનની કોંગ્રેસ સરકારે બિહારના વિદ્યાર્થીઓની ટ્રેન ચાલવા દીધી. આ સાથે સુશીલ મોદીએ લાલુ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ(રાજદ)ને પણ સવાલ કર્યો હતો.
ડેપ્યુટી સીએમ સુશીલકુમાર મોદીએ બુધવારે કહ્યું કે ‘રાજસ્થાનના કોટામાં ફસાયેલા બિહારના વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે કોંગ્રેસ અને રાજદએ બસ મોકલવા અને ટ્રેનનું ભાડું આપવાની મોટી મોટી વાતો કરી હતી, પણ એ બધો જ દેખાડો સાબિત થયો છે.
ગહેલોત સરકાર પર આરોપ લગાવતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, ‘કોટાથી 18 હજાર વિદ્યાર્થીઓને પાછા લાવવા જ્યારે 13 વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે ત્યાંની કોંગ્રેસ સરકારે વિદ્યાર્થીના ભાડાના 1 કરોડ રુપિયા બિહાર સરકાર પાસે જમા કરાવ્યા એ બાદ ટ્રેનોને ચાલવા દિધી હતી.
રાહુલ ગાંધી પર નિશાનો સાધતા સુશીન કુમારે મોદીને કહ્યુ કે બીજી તરફ રાહુલ ગાંધી ચુંટણી પ્રતિષ્ઠા બચાવનારા કેરળના લોકોને બિહારથી પાછા મોકલવા માટે કોંગ્રેસે 3 બસોનું ભાડું ચુકવ્યુ છે.
રાજદને સવાલ પુછતા સુનીલ મોદીએ કહ્યું કે કોંગ્રેસ જો બિહારના વિદ્યાર્થીઓ માટે વસૂલવામાં આવેલા 1 કરોડ પાછા ન આપે તો શું લાલુ પ્રસાદ બિહારમાં આ પાર્ટી સાથેનું ગઠબંધન તોડશે?