બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પુલ પર અધવચ્ચે જ ટ્રેન ફસાઇ ગઈ, બાદમાં લોકો પાયલટે જીવ જોખમમાં મૂકીને જે કર્યું તે જોઇને ગર્વ થશે
Last Updated: 12:26 PM, 22 June 2024
બિહારના સમસ્તીપુરમાં પ્રેશર લીકેજને કારણે ટ્રેન પુલ પર વચ્ચોવચ અટકી ગઈ. આ પછી લોકો પાયલોટે પોતાનો જીવ જોખમમાં મૂકીને સમસ્યાનો ઉકેલ લાવી દીધો. લોકો પાયલોટે બ્રીજ પર ટ્રેનની નીચે સરકીને એન્જિનના પ્રેશર લીકેજને રિપેર કર્યું, પછી ટ્રેન આગળ વધી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ડીઆરએમએ બંને ડ્રાઇવરોને પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
સમસ્તીપુર રેલ્વે ડિવિઝનના વાલ્મિકી નગર અને પાનિયાવા સ્ટેશનની વચ્ચે બનેલા બ્રિજ નંબર 382 પરના લોકો એન્જિનના અનલોડર વાલ્વમાંથી અચાનક એર પ્રેશર લીક થવા લાગ્યું. જેના કારણે પુલ પર વચ્ચે ટ્રેન અટકી ગઈ. જ્યાં લીકેજ થઈ રહ્યું હતું ત્યાં સુધી પહોંચવા માટે કોઈ રસ્તો ન હતો, તેથી લોકો પાયલોટ અને મદદનીશ લોકો પાયલોટે પોતાનો જીવ જોખમમાં નાખીને લીકેજને ઠીક કરવા માટે ટ્રેનની નીચે સરકીને ગયા.
ADVERTISEMENT
ઘણા પ્રયત્નો પછી, એન્જિનના અનલોડર વાલ્વમાંથી એર લીકેજને ઠીક કરી શકાયું. લોકો પાયલોટનો બ્રિજ પર ટ્રેનની નીચે સરકીને જવાનો અને બહાર આવવાનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમને એર પ્રેશર ઠીક કર્યું અને પછી ટ્રેન આગળ વધી શકી. લોકો પાયલોટના આ સાહસથી ભરપૂર કામને જોઈને સમસ્તીપુર રેલવે ડિવિઝનના ડીઆરએમ વિનય શ્રીવાસ્તવે બંને ચાલકોને 10,000 રૂપિયાનું ઇનામ અને પ્રશસ્તિપત્ર આપવાની જાહેરાત કરી છે.
જણાવી દઈએ કે જ્યારે ટ્રેન નંબર 05497 અપ નરકટિયાગંજ ગોરખપુર વાલ્મિકી નગર અને પાનિયાવા વચ્ચેના બ્રિજ નંબર 382 પર પહોંચી ત્યારે એન્જિન (લોકો)ના અનલોડર વાલ્વમાંથી અચાનક એર પ્રેશર લીકેજ થવા લાગ્યું. જેના કારણે એમઆરનું પ્રેશર ઘટી ગયું અને પુલ પર ટ્રેન ઉભી રહી ગઈ. બ્રિજ પર ટ્રેન અટકી ગયા બાદ તેને રિપેર કરવું ખૂબ જ મુશ્કેલ હતું.
વધુ વાંચો: અમરનાથ યાત્રાને લઈ ગુડ ન્યુઝ, આ વર્ષે ભક્તોને અપાશે આ સ્પેશ્યલ સુવિધા, જાણીને ખુશ થઈ જશો
લોકો પાયલોટ અજય કુમાર યાદવ અને સહાયક લોકો પાયલોટ નરકટિયાગંજ રણજીત કુમાર બ્રિજ પર લટકીને અને સરકીને એન્જિનમાંથી લીકેજની જગ્યાએ પહોંચ્યા. આ પછી, તેઓ લીકેજને રોકવામાં સફળ થયા અને પછી ટ્રેન તેના ગંતવ્ય સ્ટેશન તરફ આગળ વધી.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.