બિહારના આરામાં સરસ્વતી પૂજામાં અશ્લીલ ગીતો પર ડાન્સ અને ફાયરિંગની ઘટના બની છે.
બિહારના આરામાં સરસ્વતી પૂજામાં પીરસાઈ અશ્લીલતા
રેત માફીયાના છોકરાઓ બોલાવી ડાન્સર
આખી રાત અશ્લીલ ગીતો પર કર્યો ડાન્સ
હવામાં ફાયરિંગ પણ કરાયું
બિહારના આરાના ભોજપુરમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. સરસ્વતીની પૂજામાં લોકોએ ડાન્સર બોલાવીને આખી રાત અશ્લીલ ગીતો પર ડાન્સ કર્યો હતો એટલું જ નહી પરંતુ ભાન ભૂલેલા લોકો હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. ગામમાં રેતી માફિયાઓના પુત્રોએ અશ્લીલ ગીતો પર ડાન્સરો સાથે પિસ્તોલ સાથે ડાન્સ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે.
माफिया राज! वीडियो भोजपुर के कोईलवर प्रखंड के पंचरुखिया कला गांव का है. सरस्वती पूजा पर बालू माफिया के बेटों ने अश्लील गानों पर नर्तकियों के साथ पिस्टल लहराते हुए डांस किया जिसका वीडियो वायरल हो रहा है. पुलिस ने जांच की बात कही है. आरा से विशाल की रिपोर्ट.Edited by @iajeetkumarpic.twitter.com/v3HUbf4PB7
પૂજામાં ડાન્સ, અશ્લીલ ગીતો અને ફાયરિંગ
વાયરલ વીડિયો કોયલવાડ પોલીસ સ્ટેશન વિસ્તારના પંચરૂખિયા કાલા ડેમ નજીકનો છે. ગામ વતી સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરીએ કળશ સ્થાપના બાદ બીજા દિવસે ડાન્સ માટે મહિલા ડાન્સરોને બોલાવાઈ હતી.
સરસ્વતી પૂજાના નામે આખી રાત અશ્લીલ ગીતો પર ડાન્સ થતો રહ્યો અને પોલીસ ઊંઘતી રહી. ચાલુ ડાન્સમાં કુખ્યાત સેન્ડ માફિયા પાંડે જૂથના સભ્યો અને તેમના પુત્રો પોતાની જાતને રોકી શક્યા નહીં અને હાથમાં હથિયાર લઈને તે સ્ટેજ પર ચઢી ગયા અને ડાન્સરો પર ચલણી નોટો ફેંકવા લાગ્યા, આ દરમિયાન તેમણે ફાયરિંગ પણ કર્યું હતું.
યુવકોએ મોઢામાં સિગરેટ નાખીને ગોળીબાર કર્યો અને ડાન્સરો પર પૈસા ફેંક્યા.
વાયરલ વીડિયો બાદ પોલીસ કરી કાર્યવાહી
આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ એસપી પ્રમોદ કુમારે જણાવ્યું કે, વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. આ વીડિયોના આધારે કોયલવાડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને એફઆઇઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. આરોપી સત્યેન્દ્ર પાંડેનો પુત્ર છે, જે આ વિસ્તારમાંથી ફરાર છે