રાજકારણ ગરમાયું /
બિહારમાં RJD નેતાનો દાવોઃ નીતિશ સરકારને પાડવા માગે છે તેમના જ ધારાસભ્યો, આ પક્ષમાં જોડાવા તૈયાર
Team VTV07:49 AM, 30 Dec 20
| Updated: 07:53 AM, 30 Dec 20
રાષ્ટ્રીય જનતા દળના નેતા શ્યામ રજકે બિહારના રાજકારણમાં ગરમાવો આવે તેવો દાવો કર્યો છે. શ્યામ રજકે કહ્યું છે કે જેડીયુના ધારાસભ્યો ભાજપની કાર્યશૈલીથી નારાજ છે અને બિહારની NDA સરકારને તોડવા માગે છે. શ્યામ રજકે કહ્યું કે 17 જેડીયુ ધારાસભ્યો RJDના સંપર્કમાં છે અને તેઓ જલ્દી જ RJDમાં સામેલ થશે.
RJD નેતા અને પૂર્વ મંત્રી શ્યામ રજકે દાવો કર્યો છે કે જનતા દળ યૂનાઇટેડના 17 ધારાસભ્યો તેમના દ્વારા RJDના સંપર્કમાં છે અને તેઓ જલ્દી લાલૂ યાદવ પ્રસાદની પાર્ટીમાં જોડાવા ઇચ્છે છે.
ભાજપથી નારાજ 17 જેડીયુ MLA
શ્યામ રજકે દાવો કર્યો કે આ બધા ધારાસભ્ય ભાજપની કાર્યશૈલીથી ઘણા નારાજ છે અને એટલા માટેતેઓ પાર્ટી છોડીને RJDમાં સામેલ થવા ઇચ્છે છે. રજકે કહ્યું કે આ ધારાસભ્યોને હાલમાં રોકવામાં આવ્યાં છે, તેનું કારણ જણાવતા શ્યામ રજકે કહ્યું કે જો 17 ધારાસભ્યો RJDમાં સામેલ થઇ જતાં હોય તો પક્ષ-પક્ષાંતરણના કાયદા હેઠળ તેમની સભ્યતા રદ્દ થઇ શકે છે.
પક્ષ-પક્ષાંતરણ કાયદાના કારણે રોકાયા ધારાસભ્યો
શ્યામ રજકે સંવિધાનનો હવાલો આપતા કહ્યું કે જો પક્ષ-પક્ષાંતરણ કાયદા હેઠળ જેડીયુના 25થી 26 ધારાસભ્યો પાર્ટી છોડીને RJDમાં સામેલ થાય છે તો તેમના સભ્યપદ પર કોઇ મુશ્કેલી નહી આવે.
બિહાર સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકેલા શ્યામ રજકે કહ્યું કે જેને લઇને અમે રાહ જોઇ રહ્યાં છે કે જો વધારે જેડીયુ ધારાસભ્ય પાર્ટી છોડવાનું મન બનાવી લે અને RJDમાં સામેલ થશે. શ્યામ રજકે દાવો કર્યો કે પૂરા ઘટનાક્રમમાં તેમની નજર છે.
શ્યામ રજકના દાવા ભ્રામકઃ જેડીયુ
શ્યામ રજકના દાવા પર પ્રતિક્રિયા આપતા જનતા દળના યૂનાટેડ પ્રવકતા રાજીવ રજને કહ્યું કે જનતા દળ આવા ખોટા ભ્રમ આપનારા નિવેદનોથી લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. રાજીવ રંજને કહ્યું કે જનતા દળ યૂનાઇટેડ સંપૂર્ણ એકજૂટ છે અને ભાજપની સાથે મળીને 5 વર્ષ બિહારમાં સરકાર ચલાવશે.