બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પોલીસ બેડામાં ખળભળાટ, લેડી IPS કામ્યા મિશ્રાનું અચાનક રાજીનામું, આપ્યું આ કારણ

શું મામલો છે / પોલીસ બેડામાં ખળભળાટ, લેડી IPS કામ્યા મિશ્રાનું અચાનક રાજીનામું, આપ્યું આ કારણ

Last Updated: 09:09 PM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના તેજ તર્રાર લેડી આઈપીએસ કામ્યા મિશ્રાએ અચાનક રાજીનામું આપી દેતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો.

બિહારની પ્રખ્યાત IPS કામ્યા મિશ્રાએ રાજીનામું આપી દીધું છે. 2019 બેચના IPS અધિકારી કામ્યા મિશ્રા હાલમાં દરભંગાના એસપી (ગ્રામીણ) છે. તેમણે અંગત કારણોસર સોમવારે રાજીનામું આપ્યું હતું. કામ્યાના મતે તે પોતાના પરિવારને સમય આપવા માંગે છે. એટલે અંગત અને પરિવારના કારણે જ તેમણે રાજીનામું આપ્યું છે. આ બાબતે ગૃહ વિભાગના અધિકારીએ જણાવ્યું કે કામ્યા મિશ્રાએ તાજેતરમાં રાજ્ય સરકારને પત્ર લખીને કહ્યું હતું કે તે નોકરી છોડવા માંગે છે. તેને કોઈપણ પ્રકારનો નિવૃત્તિ લાભ મળશે નહીં. કારણ કે તેમણે તેમની સેવાના 20 વર્ષ પૂરા કર્યા નથી.

જીતન સાહની મર્ડર કેસની તપાસ

કામ્યાએ દરભંગાના એસપી તરીકે નોકરી કરતાં વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઈપી)ના વડા મુકેશ સાહનીના પિતા જીતન સાહનીના સનસનાટીભર્યા હત્યા કેસને ઉકેલવા માટે SIT ટીમનું નેતૃત્વ કર્યું હતું. 16 જુલાઈના રોજ, દરભંગા જિલ્લાના બિરૌલ બ્લોકમાં તેમના પૈતૃક મકાનમાં બદમાશો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

22 વર્ષની નાની ઉંમરે બની આઈપીએસ

કામ્યા મિશ્રાની આઈપીએસ બનવાની કહાની ખૂબ જ પ્રેરણાદાયી છે. ઓડિશાની રહેવાસી કામ્યા બાળપણથી જ અભ્યાસમાં હોનહાર છે. 12માની પરીક્ષા 98 ટકા માર્ક્સ સાથે પાસ કરી. આ પછી, તેણે પ્રથમ પ્રયાસમાં UPSC પણ ક્રેક કર્યું જ્યારે તેના ખભા પર આઈપીએસનો સ્ટાર ચમકી રહ્યો હતો ત્યારે તેની ઉંમર ફક્ત 22 વર્ષની હતી. તેમના પતિ અવધેશ દીક્ષિત પણ 2019 બેચના IPS અધિકારી છે, જે હાલમાં સિટી એસપી (મુઝફ્ફરપુર) તરીકે પોસ્ટેડ છે, અને IIT બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

વધુ વાંચો : VIDEO : હોટલમાં 10 છોકરા અને 10 છોકરીઓ વાંધાજનક હાલતમાં ઝડપાયા, વીડિયો વાયરલ

રાજીનામું આપવા પર શું બોલી કામ્યા

કામ્યા મિશ્રા પિતાનું કામ સંભાળવા હિમાચલ પ્રદેશ જશે. તેમના પિતાનો ત્યાં મોટો બિઝનેસ છે અને કામ્યા ઘરના એકમાત્ર વારસદાર છે. કામ્યાએ કહ્યું કે તેઓ અંગત અને પારિવારિક કારણોસર રાજીનામું આપી રહી છું. આ કામમાં મન પણ લાગી રહ્યું હું અને પ્રસિદ્ધી પણ મળી રહી હતી પરંતુ હું મારો સમય મારા પરિવાર આપી શક્તિ નહોતી. મારી પાસે કેસો પણ મોટા આવતાં હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPS kamya Mishra IPS officer kamya Mishra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ