બિહારના ગોપાલગંજમાં 264 કરોડના ખર્ચે બનેલો સત્તરઘાટ મહાસેતુ બુધવારે પાણીના દબાણને કારણે ધ્વસ્થા થઈ ગયો છે. ત્યારે આ બ્રિજના ધરાશાયી થવાના કારણે તિરહુત અને સારણના કેટલાય જિલ્લાના સંપર્ક તુટી ગયા છે. આ પુલને કારણે અવરજવર સંપૂર્ણ બંધ છે. આ મામલે નીતિશ સરકાર પર વિપક્ષ તથા રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના નેતા તેજસ્વી યાદવે ટ્વીટ પર વીડિયો પોસ્ટ કરીને તેમને ટાંચમાં લીધા છે. 29 દિવસની અંદર પુલ ધરાશાયી થવા પર પ્રહાર કર્યા છે.
ખબરદાર, કોઈએ પણ આને નીતિશ કુમારનો ભ્રષ્ટાચાર કહ્યો છે તો?
આટલાની તો તેમના ઉંદરો દારુ પી જાય છે
29 દિવસની અંદર પુલ ધરાશાયી થવા પર પ્રહાર કર્યા છે
8 वर्ष में 263.47 करोड़ की लागत से निर्मित गोपालगंज के सत्तर घाट पुल का 16 जून को नीतीश जी ने उद्घाटन किया था आज 29 दिन बाद यह पुल ध्वस्त हो गया।
ख़बरदार!अगर किसी ने इसे नीतीश जी का भ्रष्टाचार कहा तो?263 करोड़ तो सुशासनी मुँह दिखाई है।इतने की तो इनके चूहे शराब पी जाते है pic.twitter.com/cnlqx96VVQ
તેજસ્વી યાદવે પોતાના ટ્વીટમાં લખ્યું કે ,‘ 8 વર્ષમાં 263.47 કરોડના ખર્ચે ગોપાલગંજના સત્તર ઘાટ પુલનું 16 જૂનના રોજ નીતિશ જીએ ઉદ્ઘાટન કર્યુ હતુ. આજે 29 દિવસ પછી આ પુલ ધરાશાયી થઈ ગયો છે. ખબરદાર, કોઈએ પણ આને નીતિશ કુમારનો ભ્રષ્ટાચાર કહ્યો છે તો? 263 કરોડ તો સાશનની મુહ દિખાઈ છે. આટલાની તો તેમના ઉંદરો દારુ પી જાય છે.’
ઉલ્લેખનીય છે કે 16 જૂનના રોજ સીએમ નીતિશ કુમારેં પટનાથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમતી આ બ્રિજનું ઉદ્યાટન કર્યુ હતું. ગોપાલગંજને ચંપારણથી તિરહુતના અનેક જિલ્લાઓ સાથે જોડાવા માટનો મહત્વકાંક્ષી બ્રીજ હતો. આના નિર્માણમાં 264 કરોડનો ખર્ચ થયો હતો.
ગોપાલગંજમાં આજે 30 લાખ ક્યૂસેકથી વઘારે પાણી વહ્યું હતું. પાણીના આ પ્રવાહને કારણે આ બ્રિજ પરનો એપ્રોચ રોડ તુટી ગયો હતો. જેના કારણે અહીં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. બૈકુંઠપુરના ફૈજુલ્લાહપુરમાં આ પુલ તુટ્યો છે.