બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Bihar election result nitish kumar tejashwi yadav

બિહાર ચૂંટણી પરિણામ / બિહારમાં NDAની સ્પષ્ટ બહુમતી, મત ગણતરી પર મહાગઠબંધને ઉઠાવ્યા સવાલ

Divyesh

Last Updated: 09:36 AM, 11 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારની સત્તા પર કોનું રાજ હશે, તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે. બિહાર વિધાનસભા ચૂંટણીની 243 વિધાનસભા બેઠકો માટેની મતગણતરીનો દોર જામ્યો હતો. પ્રથમ તબક્કામાં NDA આગળ રહ્યા બાદ RJD આગળ નીકળી જતા ભારે રસાકસી જામી હતી. જો કે, ફરી NDAને વધુ બેઠકો પ્રાપ્ત થઇ હતી અને તે આગળ નીકળીને પોતાની જીત નિશ્ચિત કરી હતી. પરંતુ મહાગઠબંધને મતગણતરીને લઇને સવાલો ઉઠાવ્યા હતા.

બિહાર ચૂંટણી પરિણામ

ટોટલ જેડીયુ(+) આરજેડી (+) લોજપા અન્ય
243 125 110 1 7


બિહારમાં પક્ષવાર જોઇએ તો જેડીયુને 43, ભાજપને 74, આરજેડી 75, કોંગ્રેસ 19, અને અપક્ષને 7 બેઠક પર જીત મળી છે.


NDAએ ફરી બાજી મારીકાંટાની ટક્કર વચ્ચે એનડીએએ ફરી એકવાર બાજી મારી લીધી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજના 8 વાગ્યા સુધીમાં માત્ર 50 લાખ મત જ બાકી હતા
 

નીતિશ કુમારના નિવાસ સ્થાને બેઠક ચાલું 

ઉલ્લેખનીય છે કે, નીતિશ કુમારના નિવાસસ્થાને એક બેઠક ચાલી રહી છે. બેઠકમાં ભાજપના નેતાઓ સુશીલ કુમાર મોદી અને ભૂપેન્દ્ર યાદવ પણ હાજર છે. બીજી તરફ, સાંજ 7 વાગ્યા સુધીમાં લગભગ 75 ટકા મતની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે.

ચૂંટણી પંચે કહ્યું પરિણામ આવતા મોડી રાત પડશે 

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે કોરોના સંકટને કારણે મોડી રાત સુધી મતની ગણતરી ચાલુ રહેશે. કોરોનાને કારણે, મતગણતરીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

6 વાગ્યા સુધીના લેટેસ્ટ અપડેટ 

બિહારમાં ફરી એકવાર ચિત્ર બદલાઇ રહ્યું છે. એનડીએ ફરીથી બહુમતીથી નીચે આવી ગયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં, એનડીએ 123 બેઠકો પર આગળ હતું, જ્યારે ગ્રાન્ડ એલાયન્સ 113 બેઠકો પર આગળ હતું.

બિહારમાં ફરી એકવાર ચિત્ર બદલાઇ રહ્યું છે. એનડીએ ફરીથી બહુમતી સાથે નીચે આવી ગયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં, એનડીએ 123 બેઠકો પર આગળ હતું, જ્યારે ગ્રાન્ડ એલાયન્સ 113 બેઠકો પર આગળ હતું.

બિહારમાં એનડીએ કેમ્પમાં ઉજવણીનો માહોલ 

બિહારમાં એનડીએ કેમ્પમાં ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. પટનામાં ઉજવણીની વિશેષ તસ્વીર પણ બહાર આવી હતી.જેડીયુના કાર્યકરો ઢોલ અને ધ્વજ સાથે ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. જણાવી દઈએ કે આ વખતે એનડીએમાં ભાજપ વધુ બેઠકો જીતતું જોવા મળી રહ્યું છે.

ચૂંટણી આયોગની વેબસાઇટ પ્રમાણે 03:30 કલાક સુધીના આંકડા પ્રમાણે...

ચૂંટણી આયોગની વેબસાઇટ પ્રમાણે 03:30 કલાક સુધીના આંકડા કહે છે કે, બિહારની 3 વિધાસનભા બેઠકો પર માર્જિન 200થી ઓછું છે. જ્યારે 10 બેઠકો માર્જિન 500થી ઓછું છે. 26 બેઠકોમાં માર્જિન 1000થી ઓછું છે. તો 46 બેઠકો એવી છે જ્યાં 2000થી ઓછું માર્જિન છે. 57 બેઠકોમાં 3000થી ઓછું છે. આ સિવાય 5000થી ઓછું માર્જિન ધરાવતી 90 બેઠકો છે. 

2.47 કરોડની મતની ગણતરી હજી બાકી

વલણમાં NDAને બહુમતિ મળી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. પરંતુ હજુ પણ 2.47 કરોડ મતની ગણતરી બાકી છે.

બિહારમાં નીતિશ કુમારનું ઈમોશનલ કાર્ડ ફળ્યું

બિહાર વિધાનસભા ચૂંટણીના વલણમાં NDA સ્પષ્ટ બહુમતિ તરફ આગળ જોવા મળી રહ્યું છે. જો કે તેમાં ત્રીજા તબક્કાના મતદાનમાં NDAને બમ્પર મત મળ્યાં છે. ત્રીજા તબક્કાની 78 માંથી 57 બેઠક પર NDA આગળ જોવા મળી રહ્યું છે. બીજા તબક્કાની 94માંથી 51 બેઠક જ્યારે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં NDA માત્ર 18 બેઠક જ આગળ છે. 

70 બેઠક પર કાંટાની ટક્કર

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 70 બેઠક પર હાલ કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જેમાં માત્ર 1,000 મતોનું અંતર છે, જેમાં 50 બેઠક એવી છે જેમાં 500થી ઓછા મતનું અંતર જોવા મળી રહ્યું છે.

પ્રારંભિક વલણમાં NDA આગળ, મહાગઠબંધન પાછળ

પ્રાથમિક વલણમાં સૌ પ્રથમ વખત NDA આગળ જોવા મળ્યું છે, જ્યારે મહાગઠબંધન પાછલ થયું છે. પ્રારંભિક મતગણતરીમાં NDAને 125 અને મહાગઠબંધન 109 બેઠક મળી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. 

તેજસ્વી યાદવના નિવાસ સ્થાનની બહાર સમર્થકોની ભારે ભીડ

પટનામાં RJD નેતા તેજસ્વી યાદવના નિવાસ સ્થાનની બહાર સમર્થકોની ભીડ જોવા મળી રહી છે. મતગણતરીમાં જેમ-જેમ મહાગઠબંધન તરફ વલણમાં બહુમતિ જોવા મળી રહી છે. 

મહાગઠબંધનની પાછળ થયું NDA

બિહાર વિધાનસભા ચૂંટણી માટેની મતગણતરી શરુ થઇ ગઇ છે. પ્રારંભિક વલણમાં NDA 52 તો મહાગઠબંધન 84 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. 

લોજપાનું ખાતુ ખુલ્યું

દિનારા બેઠક પરથી લોજપાના ઉમેદવાર રાજેંદ્ર પ્રસાદ સિંહ આગલ ચાલી રહ્યાં છે. તેઓ ભાજપ છોડી લોજપામાં સામેલ થયા હતા. લાલૂ યાદવના સમધી ચંદ્રિકા રાય આગળ ચાલી રહ્યાં છે. જીતન રામ માંઝી ઇમામગંજથી આગળ ચાલી રહ્યાં છે. 

સૌથી પહેલા બેલેટ મતોની ગણતરી

બિહાર વિધાનસભાના પરિણામને લઇને નીતિશ કુમાર અને તેજસ્વી યાદવના કેમ્પ અને સમર્થકોમાં ભારે બેચેની જોવા મળી રહી છે. સવા 8 વાગે મતગણતરીનો પ્રારંભ થશે ત્યારે 9 વાગ્યાની આસપાસ પ્રારંભિક વલણ સામે આવતા થશે. સૌ પ્રથમ બેલેટ મતોની ગણતરીનો પ્રારંભ થશે. શરૂઆતના બે કલાક સુધી બેલેટ મતગણતરી થશે. તેમાં જનતાનો મુડ કયા પક્ષ તરફ વધારે છે તેને લઇને પ્રાથમિક વલણ સામે આવતા થઇ જશે.

ભાજપ નેતા ઝફર ઇસ્લામે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ભાજપના નેતા ઝફર ઇસ્લામે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. એક્ઝિટ પોલ અને પરિણામમાં તફાવત જોવા મળશે. એનડીએ સરકાર પર લોકોએ વિશ્વાસ મૂક્યો છે. વિજય અવશ્ય એનડીએની જ થશે. 

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ પહેલા જેડીયુ નેતા સંજય સિંહે નિવેદન આપતા કહ્યું કે રાજ્ય માટે આજે મહત્નો દિવસ છે. જનતા પર અમને પૂરો વિશ્વાસ છે. બિહારમાં જેડીયુ અને ભાજપની સરકાર બનશે.

ભાજપ નેતા શાહનવાઝ હુસૈનનો દાવો

બિહારમાં મતગણતરી પહેલા ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને દાવો કર્યો કે અમે બિહારમાં NDAની સરકાર બનાવીશું. એગ્ઝિટ પોલ મુજબ રાજદ, કોંગ્રેસના લોકો ભલે ખુશ થતાં, સરકાર તો નીતિશ કુમારન નેતૃત્વમાં NDA જ બનાવશે. 

 બિહારમાં છેલ્લા 15 વર્ષથી સત્તામાં રહેલા નીતિશ કુમાર શું ફરી ઇતિહાસ રચી શકશે કે આરજેડીના યુવા નેતા તેજસ્વી યાદવ મતદારોનો વિશ્વાસ જીતી જશે.બિહારમાં 243 વિધાનસભા બેઠક પર આ વખતે ત્રણ તબક્કામાં મતદાન કરવામાં આવ્યું છે. કોરોનાકાળ દરમિયાન દેશમાં પહેલી વાર વિધાનસભા ચૂંટણી યોજાઇ, એવામાં આ ઐતિહાસિક ચૂંટણીમાં કોણ બાજી મારશે તે આવનારો સમય બતાવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Election 2020 Nitish Kumar Tejashvi Yadav ચૂંટણી તેજસ્વી યાદવ નીતિશ કુમાર પરિણામ બિહાર Bihar elections 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ