બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / bihar election campaign nda pm modi chhapra samastipur motihari today

Bihar Election 2020 / બિહારમાં બીજા તબક્કાના મતદાન માટે આજે PM મોદી કરશે 4 રેલીઓ, NDA દ્વારા જોરશોરથી પ્રચાર

Bhushita

Last Updated: 08:21 AM, 1 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 3 નવેમ્બરે વોટિંગ થવાનું છે. જે સીટ પર બીજા તબક્કામાં વોટિંગ થવાનું છે તે સીટ માટે પ્રચાર આજે PM મોદી દ્વારા 4 રેલી યોજીને કરાશે. સત્તાધારી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધને પણ ચૂંટણી પ્રચારમાં પોતાના તમામ પ્રયાસો કર્યા છે. એનડીએની તરફથી PM મોદીની સતત એક પછી એક રેલીઓ થઈ રહી છે.

  • પીએમ મોદી બિહારમાં આજે 4 રેલીઓ કરશે
  • 3 નવેમ્બરે બિહારમાં બીજા તબક્કાનું મતદાન
  • છપરા, સમસ્તીપુર, મોતિહારીમાં પીએમ મોદીની જાહેરસભા 

PM મોદી 1 નવેમ્બરે બિહારમાં 4 રેલીને સંબોધિત કરશે. પહેલા કાર્યક્રમમાં પીએમ મોદીએ 3 રેલી સંબોધિત કરવાની હતી. જેમાં છપરા, સમસ્તીપુર અને મોતિહારીનો સમાવેશ કરાયો હતો. પરંતુ હવે તેમાં એક નવી સભાને પણ જોડવામાં આવી છે. 

જાણો તમામ 4 રેલીનો સમય

આ ચોથી સભા બગહામાં કરવામાં આવી શકે છે. તેને પહેલાં ચરણના મતદાન બાદના ફીડબેકના આધારે યોજવામાં આવી છે. પીએમ મોદીની પહેલી રેલી છપરામાં સવારે 10 વાગે, સમસ્તી પુરમાં 11.30 વાગે અને મોતિહારીમાં 1 વાગે યોજાશે. પીએમ મોદીની અંતિમ રેલી બગહામાં બપોરે 3 વાગે થશે.  
 
ક્યારે ક્યારે થશે PMની જનસભા

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે PM મોદીએ 23 ઓક્ટોબર, 28 ઓક્ટોબર, 1 નવેમ્બર અને 3 નવમ્બરે 3 જનસભા કરવાની હતી. હવે તેમાં થોડો ફેરફારા છે. આજે PM 4 જનસભા કરશે અને 3 નવેમ્બરે તેમની 2 રેલી રહેશે. તમામ દિવસોમાં પીએમની સાથે મુખ્યમંત્રી નિતિશ કુમાર પણ મંચ પર હાજર રહેશે.
 

243 બેઠકો માટે ચાલી રહી છે ચૂંટણી

બિહારમાં 3 તબક્કામાં મતદાન થવાનું છે અને તેમાં 243 બેઠકોનો સમાવેશ કરાયો છે. 3 તબક્કામાં મતદાન બાદ 10 નવેમ્બરે મતગણતરી કરાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Election 2020 NDA PM modi Rallay જનસભા પીએમ મોદી પ્રચાર બિહાર મતદાન રેલી Bihar Election 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ